________________
૯૮
તત્વાર્થસૂત્રને પરમાણુ, પુદ્ગલનું સહુથી નાનું દ્રવ્ય છે. તેનાથી નાને અન્ય કોઈ પુદ્ગલ નથી આથી પરમાણુંમાં પ્રદેશભેદની કલ્પના જ કરી શકાતી નથી. જેમ આકાશના એક પ્રદેશમાં પ્રદેશભેદને અભાવ છે અને તે સ્વયં જ અપ્રદેશી છે, તેવી જ રીતે શરહિત એક પરમાણુમાં પણ પ્રદેશ હોતા નથી. એક પરમાણુને વિભાગ કઈ કરી શકતું નથી. કહ્યું પણ છે-“પરમાણુથી નાને અને આકાશથી મોટો કઈ પદાર્થ નથી”
આવી સ્થિતિમાં જ્યારે અણુથી નાનું કઈ દ્રવ્ય હોઈ જ શકતું નથી તે અણુમાં પ્રદેશભેદ કઈ રીતે સંભવી શકે ?
વાસ્તવમાં આણુમાં પૂર્તિ કરનાર, પરિણામકારણ મૂળ દ્રવ્ય હોતાં નથી અથવા પરમાણુના પણ પ્રદેશ હેત તે તે અત્ય ન કહેવાત અર્થાત તેને નિવિભાગ કહેવામાં ન આવત. પ્રજ્ઞાપના સૂત્રનાં પાંચમાં પદમાં કહ્યું છે—
પ્રશ્ન–ભગવંત ! રૂપી અછવદ્રવ્ય અર્થાત્ પુદ્ગલ કેટલા પ્રકારના કહ્યાં છે ?
ઉત્તર–-હે ગૌતમ ! ચાર પ્રકારનાં (૧) સ્કંધ (૨) કંદેશ (૩) સ્કંધપ્રદેશ અને (૪). પરમાણુ. પુદ્ગલ અનન્ત છે, દ્વિદેશી સ્કંધ અનન્ત છે એવી જ રીતે દશ પ્રદેશી સ્કંધ અનન્ત છે, સંખ્યાત પ્રદેશ સ્કંધ અનન્ત છે, અસંખ્યાત પ્રદેશી ઔધ અનન્ત છે, અનન્ત પ્રદેશી સ્કંધ અનન્ત છે. ૮
'धम्माधम्मागास कालपोग्गलजीवा लोगों'
મૂળ સ્વાર્થધર્મ, અધર્મ, આકાશ, કાળ, પુદ્ગલ અને જીવ એ છ એ દ્રવ્ય લેક કહેવાય છે. ૯ છે
તત્વાર્થદીપિકા–પહેલા લેકનું કથન કર્યું હવે તેને અર્થ કહીએ છીએ-ધર્મ, અધર્મ, આકાશ, કાળ, પુદ્ગલ અને જીવ એ છ દ્રવ્યને લેક એ પ્રમાણે કહેવામાં આવે છે. જીવઅજીવનું આધારક્ષેત્ર લેક કહેવાય છે કારણકે જ્યાં ધર્મ આદિ પદાર્થ લેક તરીકે દેખી શકાય તે લેક. આ લેક શબ્દની વ્યુત્પત્તિ છે. તે ૯ છે
તત્વાર્થનિર્યુકિત-ધર્મ, અધર્મ, લેકાકાશ અને એક જીવનાં અસંખ્યાત પ્રદેશ છે એ સૂત્રમાં લોક પદ ગ્રહણ કરેલ છે આથી તેના અર્થનું પ્રજ્ઞાપન કરવા માટે કહીએ છીએ ધર્મ, અધર્મ, આકાશ, કાળ, પુદગલ અને જીવ એ છએ દ્રવ્ય લેક કહેવાય છે.
ઉત્તરાધ્યયન સૂત્રના ૨૮માં અધ્યયનની ગાથા ૮મીમાં કહ્યું છે–સર્વદશી જિનેન્દ્રોએ ધર્મ, અધર્મ, અંકાશ, કાળ, પુગલ અને જીવને લેક કહ્યાં છે
આનાથી એવું સાબિત થાય છે કે જેનું તથા અજીવ ધર્મ અધર્મ આકાશ કાળ, પુદગલનું જે-આધારક્ષેત્ર છે, તે લોક છે. લેકથી આગળ અલેક છે. જીવ આદિ દ્રવ્ય લેકમાં જ હોય છે, અલકમાં આકાશ સિવાય બીજી કોઈ વસ્તુ નથી. અલેક અન્ય દ્રવ્યથી શૂન્ય છે.
આ સૂત્રમાં એ પણ પ્રગટ કરવામાં આવ્યું છે કે ધર્માદિ દ્રવ્ય સ્વયં પણ લેક કહેવાય છે. આ અર્થમાં લેક શબ્દની વ્યુત્પત્તિ આમ થાય છે-“ઢોરને તિ સ્રો” અર્થાત જે જોઈ શકાય તે લેક. ૯
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧
૯૮