________________
ગુજરાતી અનુવાદ અ. ૨ પુદ્ગલેના પ્રદેશનું નિરૂપણ સૂ. ૮
૯૭ આકાશસ્તિકાય પ્રદેશોની અપેક્ષાએ અનન્તગણ છે. જે ૭ છે पोग्गलाण संखेज्जा असंखेज्जा अणता य नो परमाणूणं
મૂળ સૂવાથ–પુદ્ગલેના સંખ્યાતા અસંખ્યાતા અને અનન્ત પ્રદેશ હોય છે, પરંતુ પરમાણુઓનાં પ્રદેશ હોતાં નથી. ૮
તત્વાર્થદીપિકા-પૂરણ અને ગલન સ્વભાવવાળા પરમાણુથી લઈને અચિત્ત મહાત્કંધ સુધીના વિવિધ પ્રકારનાં રૂપ રસ આદિથી યુકત પુદ્ગલેનાં પૂર્વોક્ત સ્વરૂપવાળા પ્રદેશ યથાસંભવ સંખ્યાતા, અસંખ્યાતા તેમજ અનન્ત હોય છે. જે પુદ્ગલ સ્કંધ સંખ્યાતા પરમાણુએના મિલનથી બન્યું છે તે સંખ્યાતપ્રદેશી ! જે અસંખ્યાત પરમાણુઓનાં સંયેગથી બન્યું હોય તે અસંખ્યાત પ્રદેશી તથા જે પુદ્ગલસ્કંધની ઉત્પત્તિ અનન્તપ્રદેશથી થઈ હોય તે અનન્તપ્રદેશી કહેવાય છે પરંતુ પરમાણુમાં પ્રદેશ હોતા નથી આથી તે નથી સંખ્યાતપ્રદેશી નથી અસંખ્યાતપ્રદેશી અથવા નથી અનન્તપ્રદેશી. ૮ -
તત્વાર્થ નિયુકિત–પૂર્વસૂત્રમાં ધર્મ વગેરે અમૂર્ત દ્રવ્યનાં પ્રદેશનું પરિમાણ બતાવવામાં આવ્યું હવે મૂર્ત પુદ્ગલેનાં પ્રદેશનું પરિમાણ દર્શાવવા અર્થે કહીએ છીએ
દ્વયથી લઈને મહાત્કંધ સુધીના પુદ્ગલેમાં યથાયોગ્ય સંખ્યાતા અસંખ્યાતા અને અનન્ત પ્રદેશ હોય છે.
કઈ કઈ કયણુક આદિ પુદ્ગલસ્કંધના સંખ્યાત પ્રદેશ હોય છે, કઈ-કઈ પુદ્ગલને અસંખ્યાતા તે કેઈકેઈને અનન્ત પ્રદેશ હોય છે. અહીં શંકા થઈ શકે કે કઈ-કઈ પુદ્ગલને અનન્તાનન્ત પ્રદેશ પણ હોય છે તો તેમનું પણ ઈલાયદું વિધાન કરવું જોઈતું હતું પરતું આવું કરેલ નથી. અનન્તાનન્ત પણ અનન્તને જ એક ભેદ છે. આથી સામાન્ય રૂપથી અનન્ત કહેવાથી અનન્તાનન્તનું પણ ગ્રહણ થઈ જાય છે. અનન્તના ત્રણ ભેદ છે–પરિતાનન્ત, યુક્તાનન્ત અને અનન્તાનન્ત. આ બધાનું અનન્તમાં જ ગ્રહણ થઈ જાય છે.
પ્રશ્ન-લકાકાશના પ્રદેશ અસંખ્યાતા જ છે, એવી સ્થિતિમાં તેમાં અનન્તપ્રદેશી અને અનન્તાનન્ત પ્રદેશી ઔધ કેવી રીતે સમાઈ શકે છે? આનાથી તે પ્રતીત થાય છે કે પ્રદેશ અનન્ત નથી અથવા કાકાશ પણ અનન્ત પ્રદેશ છે.
ઉત્તર–પુદ્ગલેમાં સૂક્ષ્મ રૂપથી પરિણત થઈ અવગાહન કરવાની શક્તિ છે આથી સૂકમ રૂપમાં પરિણત થઈને તેઓ એક જ આકાશપ્રદેશમાં અનન્તાનન્ત સુધી સમાઈ જાય છે. આથી અસંખ્યાત પ્રદેશ કાકાશમાં અનન્ત પ્રદેશ સ્કંધને સમાવેશ થવામાં કોઈ વિરોધ નથી.
સામાન્ય રૂપથી પુદ્ગલેના પ્રદેશ કહેવાથી પરમાણુના પણ પ્રદેશ હોવાની શકયતા હોઈ શકે છે આથી તેનું નિવારણ કરવા માટે કહીએ છીએ–“નો પvમાપૂનામ” અર્થાતુ પરમાણુરૂપ પુદ્ગલેના પ્રદેશ હોતા નથી, તે સ્વયં એક પ્રદેશવાળું હોય છે. જેવી રીતે આકાશના એક પ્રદેશમાં પ્રદેશ ભેદ હોતો નથી તેવી જ રીતે પરમાણુંમાં પણ પ્રદેશ ભેદ હોતો નથીતે જાતે જ એક પ્રદેશ માત્ર જ છે.
૧૩.
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧
૯ ૭