________________
ભવ્ય જીવેાના અન્તઃકરણરૂપી ગુફામાં રહેનાર, અસીમ પ્રખર સૂર્યના પ્રૌઢ કિરણા વડે પણ જેને ભેદવા અશકય છે, એવા ચિરકાળથી રહેલા, અથવા અનાદિ કાળના ગાઢ મિથ્યાત્વરૂપી અ ંધકારના નાશ કરનાર થશે. તથા [૪] જિનશાસનરૂપી આકાશમાં સાક્ષાત્ અતિશય તેજના પુંજ સૂના જેવા થશે. (સૂ૦૩૭)
ધ્વજ સ્વપ્નફલમ્ ।
૮–વજાના સ્વમનું ફળ
મૂળના અ—પરમેળ" ઈત્યાદિ. ધ્વજાને જોવાથી શુકલધ્યાનરૂપી ગજરાજ પર સવાર થઈને, સભ્યજ્ઞાન રૂપી મંત્રીથી, ઉપશમ માવ, આર્જવ અને સ ંતેષ રૂપ ચતુર ગણી સેનાથી, પંચમહાવ્રતાદિ યુદ્ધાએથી, અને શમ દમ આદિ શસ્ત્રોથી યુક્ત થઈને તે ખાળક મુનિરાજ બનીને અજ્ઞાનરૂપી મંત્રી જેને સહાયક છે, ક્રોધ, માન, માયા, લેભ જ જેની ચતુર'ગિણી સેના છે, જ્ઞાનાવરણીય આદિ જેના યાહ્વા છે, રાગ-દ્વેષના અન્નશસ્ત્રોથી જે સુસજ્જિત છે, અપ્રશસ્તધ્યાનરૂપી ગજ પર જે સવાર થયેલ છે, એવા મેહરાન્તને જીતીને, કેવળ જ્ઞાનાવરણીય કર્માંના ક્ષયથી ઉત્પન્ન થયેલ, કારણેાના ક્રમના અભાવ થવાથી કદી નાશ ન પામનાર, સમસ્ત લેક અને અલેકને જાણનાર, ત્રિકાળસખ`ધી, સ્વભાવ અને પરિણમનના ભેદથી ભિન્ન, અનન્ત પદાર્થાને પ્રત્યક્ષરૂપથી જાણનાર કેવળજ્ઞાન અને કેવળદશનથી યુક્ત થઈને, વૈરાગ્યના વાયુથી પ્રેરિત, સ્યાદ્વાદની ધજાને ફરકાવશે. (સૂ૦૩૮) ટીકાના અ—ાળેળ' ઈત્યાદિ, ધ્વજાનુ સ્વપ્ન જોવાથી તમારા પુત્ર શુકલધ્યાન રૂપી મહાન્ ગજ પર સવાર થઈને, સમ્યગ્ રાન રૂપી મંત્રી (પ્રધાન)થી યુક્ત, ક્ષમા, માર્દવ (નમ્રભાવ), આર્જવ (સરળતા અને સંતેજ રૂપી ચતુર ગિણી સેનાથી યુક્ત, શમ (કષાયાના નિગ્રહ) અને દમ (ઇન્દ્રિયાને નિગ્રહ) તથા આદિ શબ્દથી સમિતિ, ગુપ્તિ આદિ રૂપ શસ્ત્રાસ્ત્રો (એટલે કે તલવાર, બાણુ આદિ) થી યુક્ત મુનિરાજ બનીને મેહરાજને હરાવશે. અજ્ઞાન મેહરાજને સહાયક મંત્રી છે. ક્રોધ, માન, માયા અને લેાલ તેની ચતુર ગણી સેના છે. જ્ઞાનાવરણીય આદિ આઠ કમ તેના સુભટ છે. તે રાગદ્વેષરૂપી શસ્રો અને અસ્ત્રોથી સજ્જ છે. તે અશુભધ્યાન રૂપ હાથી પર સવાર થયેલ છે.
આ પ્રકારના માહ-રાજાને જીતીને, કેવળજ્ઞાનને અવૃત કરનારા જ્ઞાનાવરણ કર્માંના, તથા ઉપલક્ષણથી દશનાવણુ કર્મના ક્ષયથી ઉત્પન્ન થનાર તથા વિનાશના કારણેા દૂર થવાથી કદી પણુ નાશ ન પામનાર, લેાક-ચૌદ રજ્જુપરિમિત આકાશખ`ડને તથા અલેાક-લાકથી ભિન્ન સમસ્ત આકાશને જાણનાર ત્રણે કાળ સબધી, સ્વભાવથી ભિન્ન તથા પરિણામ-પર્યાયથી ભિન્ન અનન્ત પદાર્થાને પ્રત્યક્ષ રૂપથી જાણનાર કેવળજ્ઞાનથી તથા કેવળદશ નથી વિભૂષિત થશે. વળી વૈરાગ્યરૂપી વાયુથી પ્રેરિત અનેકાન્તવાદની પતાકાને ફરકાવશે (સ્૦૩૮)
શ્રી કલ્પ સૂત્ર : ૦૧
૧૪૮