________________
ત્યાર બાદ તે બન્ને સર્વલઘુ ક્ષુલ્લક પ્રતની ઉપર જુદા જુદા પ્રતર તિર્યક અંગુલના અસંખ્યાતમાં ભાગની વૃદ્ધિથી ત્યાં સુધી વધતા જાય છે કે જ્યાં સુધી ઉર્વીલોકને મધ્ય ભાગ આવી જતું નથી. અહીં પ્રતરનું પ્રમાણ પાંચ રાજનું થઈ જાય છે. આ પ્રતરની ઉપર પણ જુદા જુદા પ્રતર તિર્યક અંગુલના અસંખ્યાતમાં ભાગની હાનિથી ઘટતા જાય છે. જ્યાં સુધી લેકના અંતે એક રાજ પ્રમાણવાળું પ્રતર આવતું નથી. આ રીતે ઉદ્ઘલેકના મધ્યવતી સર્વોત્કૃષ્ટ પાંચ રાજ પ્રમાણવાળાં પ્રતરથી માંડીને બીજા ઉપરિતન અને અધસ્તન પ્રતર ક્રમે ક્રમે ઘટતાં જતાં બતાવ્યાં છે. એ બધાં ક્ષુલ્લક પ્રતર છે. એ ક્ષુલ્લક પ્રતર લોકના અંતમાં અને તિયકમાં એક એક રાજુ પ્રમાણુવાળાં છે.
તથા–તીય ગ્લેકના મધ્યવતી જે સર્વલઘુ ક્ષુલ્લક પ્રતર છે તેની નીચે જૂદાં જુદાં પ્રતર તિર્યંમ્ અંગુલના અસંખ્યાતમાં ભાગની વૃધ્ધિથી ત્યાં સુધી વધતાં જાય છે કે જ્યાં સુધી અલકને અંતે સર્વોત્કૃષ્ટ સાતરાજ પ્રમાણવાળાં પ્રતર આવતાં નથી. આ સર્વોત્કૃષ્ટ સાતરાજુ પ્રમાણુવાળાં પ્રતરથી માંડીને બીજા જે ઉપરના ક્રમથી હીયમાન પ્રતર છે તે બધાં ક્ષુલ્લક પ્રત છે, અને તે સઘળા ક્ષુલ્લક પ્રત કરતાં તિલકની મધ્યમાં રહેલ જે પ્રતર છે તે સર્વ લઘુ ક્ષુલ્લક પ્રતર છે. આ પ્રમાણે આ ક્ષુલ્લક પ્રતરની પ્રરૂપણ છે.
તિર્યગ્લેકની મધ્યમાં રહેલ એક રાજૂ પ્રમાણુવાળાં સર્વલઘુ પ્રતરથી લઈને નવસે જન નીચે સુધી આ રત્નપ્રભા પૃથ્વીમાં જેટલાં પ્રતર છે તે ઉપરિતન ક્ષુલ્લક પ્રતરે છે. તેમની પણ નીચે જ્યાં સુધી અલૌકિક ગામમાં સર્વાન્તિમ પ્રતર છે. ત્યાં સુધીમાં જેટલાં પ્રતરે છે તે બધાં અધસ્તન ક્ષુલ્લક પ્રતરે છે. મન:પર્યયજ્ઞાની ઉપરિતન ભુલ્લક પ્રતને નવસે જન સુધી, નીચે અધતન ક્ષુલ્લક પ્રતને એક હજાર યોજન સુધી જાણે છે અને દેખે છે-કહ્યું પણ છે
" इहाधोलौकिकग्रामान्, तिर्यग्लोकविवर्तिनः। मनोगतांस्त्वसौ भावान्, वेत्ति तवर्तिनामपि” ॥१॥
આ પ્રમાણે “જુમતિ મનપર્યયજ્ઞાની જઘન્યથી અંગુલના અસંખ્યાતમાં ભાગને તથા ઉત્કૃષ્ટથી નીચે આ રત્નપ્રભા પૃથ્વીને ઉપરિતન અને અધઃસ્તન ક્ષુલ્લક પ્રતને પણ જાણે છે અને દેખે છે તે પ્રગટ કરીને હવે સૂત્રકાર ઋજુમતિ મન:પર્યયજ્ઞાની ઉર્ધ્વમાં ક્યાં સુધી જાણે છે અને દેખે છે તે બતાવે છે—“ કાવ” ઈત્યાદિ.
શ્રી નન્દી સૂત્ર
८८