________________
પગ ચાર પ્રકારના જ બતાવ્યાં છે, પાંચ પ્રકારના નહીં. કારણ કે મન:પર્યય દર્શનને પરમાર્થતઃ સંભવ નથી.
વિપુલમતિ–એજ મનરૂપથી પરિણત કરેલ અઢી દ્વીપ ક્ષેત્રવતી સ્કંધને કંઈક વધારે એટલે કે અઢી આંગળ માપના ભૂમિરૂપક્ષેત્રમાં રહેલ સ્કંધને લઈને વધારે દેખે છે. તેને ભાવાર્થ એ છે કે વિપુલમતિ તે ક્ષેત્રનાં કરતાં અઢી આગળ વધારે જાણે છે અને દેખે છે. અધિક્તરતા દેશની અપેક્ષાએ પણ હોઈ શકે છે, તેથી દેશની અપેક્ષાએ થયેલ એ અધિકતરતાને દૂર કરવાને માટે સૂત્રકારે સૂત્રમાં વિપુલતર પદ મુકયું છે. તેનું તાત્પર્ય એ છે કે વિપુલમતિ મનઃપર્યયજ્ઞાની ચારે દિશાઓના રૂપી પદાર્થોને જજુમતિ મન:પર્યવજ્ઞાની કરતાં વિપુલતરરૂપે જાણે અને દેખે છે. તે પદાર્થોને જાણવા અને દેખવાનું અજુમતિનાં કરતાં અતિશય ફુટતર હોય છે, એ વાત વિશુદ્ધતર શબ્દથી સ્પષ્ટ થાય છે. સ્કુટ પ્રતિભાસ વિપર્યયરૂપ પણ હોઈ શકે છે, જેમ એક ચન્દ્રમામાં બે ચન્દ્રોને ભાસ થાય છે. એવા બ્રાન્ડ સ્લેટ પ્રતિભાસનું નિવારણ કરવાને માટે સૂત્રકારે સૂત્રમાં “વિનિમિત” એવું પદ રાખ્યું છે. અથવા પિતા અને વિપુષ્ટતા એ બને શબ્દ એકાર્યવાચી પણ છે. એ બનેને પ્રયોગ સૂત્રકારે વિવિધ દેશના શિષ્યોને સમજાવવાની અપેક્ષાએ અહીં રાખે છે. જે શિષ્યના દેશમાં જે શબ્દ પ્રસિદ્ધ હશે તેનાથી તેના બીજા શબ્દનો અર્થ સમજાઈ જાશે.
* ક્ષેત્રની અપેક્ષાએ અનુમતિ મન:પર્યયજ્ઞાની જઘન્યરૂપે અંગુલના અસંખ્યાતમાં ભાગમાં રહેલ રૂપી પદાર્થોને જાણે અને દેખે છે, તથા ઉત્કૃષ્ટ રૂપે આ પૃથ્વીની નીચે રત્નપ્રભા પૃથ્વીના ઉપરિતન અને અધસ્તન ક્ષુલ્લક પ્રતને પણ જાણે અને દેખે છે.
શંકા–આ ક્ષુલ્લક પ્રતર શું છે?
ઉત્તર–લોકાકાશના પ્રદેશ ઉપરિતન અને અધસ્તન પ્રદેશ વિનાના બતાવવામાં આવ્યા છે. તેમની વ્યવસ્થા મંડળાકારે છે. એ લોકાકાશના પ્રદેશ જ પ્રતરે છે. ઉર્ધ્વ અને અધેર્લોકની અપેક્ષાએ અઢાર (૧૮૦૦) જન પ્રમાણ વાળા તિર્યશ્લોકના મધ્ય ભાગમાં બે સૌથી નાના ક્ષુલ્લક પ્રતર છે. તેમના મધ્યભાગમાં જંબુદ્વીપમાં રત્નપ્રભા પૃથ્વીના બહુસમભૂમિ ભાગમાં મેરુની વચ્ચે અષ્ટપ્રાદેશિક સૂચક છે. ત્યાં ગાયના આંચળના આકારના ચાર પ્રદેશ ઉપર અને ચાર પ્રદેશ નીચે છે. એજ રૂચક સઘળી દિશાઓ અથવા વિદિશઓને પ્રવર્તક મનાય છે, અને એજ સમસ્ત તિર્યગલકને મધ્યભાગ છે. તે બે સૌથી નાના ક્ષુલ્લક પ્રતર અંગુલનાં અસંખ્યાતમાં ભાગના વિસ્તારવાળાં છે, અલકાકાશ સુધી ફેલાયેલા છે અને તેમનું પ્રમાણ એક રાજુ છે.
શ્રી નન્દી સૂત્ર
૮૭.