________________
ઋજુમતિ મન:પર્યયજ્ઞાની ઉર્ધ્વમાં જ્યાં સુધી તિક્ષકનું ઉપતિનતલ છે ત્યાં સુધીના–એટલે કે ત્યાં સુધીના સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત જીવોના મનેભાવેને જાણે છે અને દેખે છે. તથા તીર્યગૂરૂપથી અઢીદ્વીપ સુધીને સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત પ્રાણીઓને મનોભાવોને જાણે છે અને દેખે છે. અઢીદ્વીપમાં પંદર કર્મભૂમિ, ત્રીસ અકર્મભૂમિ તથા છપ્પન અન્તરદ્વીપ છે. જંબુદ્વીપ, ઘાતકી ખંડ તથા પુષ્કરાઈ, એ અઢીદ્વીપ છે, તેમાં એ પૂર્વોક્ત કર્મભૂમિ, અકર્મભૂમિ અને અન્તદ્વીપ છે. અન્તર દ્વીપ લવણું સમુદ્રમાં આવેલાં છે. એજ વાત સૂત્રકારે
અહુતી વીવતમુહુ” ઈત્યાદિ સૂત્રપદદ્વારા પ્રગટ કરી છે. વિપુલમતિ મન પર્યયજ્ઞાની પર્યાપ્તક સંજ્ઞી પંચેન્દ્રિય જીના આધારભૂત ક્ષેત્રને–જેને ઋજુમતિ દેખે છે એજ ક્ષેત્રને અઢી અંગુલ પ્રમાણમાં વધારે જાણે અને દેખે છે. અને વિપુલતર, વિશુદ્ધતર તથા વિતિમિરતર–અત્યંત સ્પષ્ટ રૂપે જાણે અને દેખે છે. અહીં અંગુલથી જ્ઞાનનું પ્રકરણ હોવાથી ઉક્યાંગુલ સમજવું જોઈએ.
અથવા–આયામ અને વિષ્કભની અપેક્ષાએ ક્ષેત્રમાં અધિકતરતા અને પુષ્કળતાની અપેક્ષાએ વિપુલતરતા જાણવી જોઈએ “ક્ષેત્રને જાણે છે તેનું તાત્પર્ય એ છે કે વિપુલમતિ એટલા પ્રમાણમાં ક્ષેત્રમાં રહેલ સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તક ના મનેભાને અધિકતર આદિ રૂપે જાણે અને દેખે છે.
“શાસ્ત્રો” ઈત્યાદિ. કાળની અપેક્ષાએ ઋજુમતિ જઘન્યથી પલ્યોપમના અસંખ્યાતમાં ભાગરૂપ, તથા ઉત્કર્ષથી પણ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગરૂપ ભૂત અને ભવિષ્ય કાળને જાણે અને દેખે છે. વિપુલમતિ એજ કાળને અધિકતર, વિપુલતર, વિશુદ્ધતર, અને વિતિમિરતર રૂપે જાણે અને દેખે છે.
“માવો” ઈત્યાદિ.
ભાવથી ઋજુમતિ અનંત ભાવને જાણે અને દેખે છે. તથા બધા ભાવના અંતભાગને જાણે અને દેખે છે. અને વિપુલમતિ એજ અનંત ભાવેને તથા બધા ભાવેના અન્તભાગને અધિકતર વિપુલતર, વિશુદ્ધતર અને વિતિમિરતર રૂપે જાણે અને દેખે છે.
હવે સૂત્રકાર ઉપસંહાર કરતા ગાથા કહે છે-“HTTષ્ણવના” ઈત્યાદિ. ગાથામાં જે “પુનઃ” શબ્દ આવ્યું છે તે આ મન પર્યય જ્ઞાનની અવધિજ્ઞાનથી ભિન્નતા દર્શાવે છે. તેનું તાત્પર્ય એ છે કે-જે કે અવધિજ્ઞાન અને મન પર્યાયજ્ઞાનમાં રૂપી દ્રવ્યને વિષય કરવાની, ક્ષાપશમિક હોવાની તથા પ્રત્યક્ષ આદિની અપેજ્ઞાએ સમાનતા છે તે પણ એ બંનેમાં સ્વામી આદિના તફાવતને કારણે ભિન્નતા છે. તે આ પ્રમાણે છે-(૧) અવધિજ્ઞાનને સ્વામી અવિરત સમ્યગદૃષ્ટિ પણ હોય છે, ત્યારે મન:પર્યય જ્ઞાનને સ્વામી અપ્રમત્ત સંયત સમ્યગ્રષ્ટિ જ હોય છે તેમાં પણ જેને કઈને કઈ ઋદ્ધિ-લબ્ધિ પ્રાપ્ત થઈ ચૂકી હોય એજ હોય છે. (૨) દ્રવ્યની અપેક્ષાએ અવધિજ્ઞાન સમસ્ત રૂપી દ્રવ્યને વિષય કરે છે,
શ્રી નન્દી સૂત્ર
૮૯