________________
તે અકર્મભૂમિ છે. તેઓ પાંચ હૈમવત ક્ષેત્ર, પાંચ એરાયવત ક્ષેત્ર, પાંચ હરિ વર્ષ ક્ષેત્ર, પાંચ રમ્યુકવર્ષ, પાંચ દેવકુરુ, પાંચ ઉત્તરકુરુક્ષેત્ર, આ પ્રમાણે ત્રીસ છે. જમ્બુદ્વીપમાં ભરતક્ષેત્રની સીમા પર રહેલ હિમવાન પર્વતની અને કેર (છેડા) પૂર્વ પશ્ચિમ લવણસમુદ્રમાં ફેલાયેલી છે. આ રીતે ઐરવત ક્ષેત્રની સીમા પર રહેલ શિખરી પર્વતના બને છેડા પણ લવણસમુદ્રમાં ફેલાયેલાં છે. પ્રત્યેક છેડે બે ભાગમાં વિભાજિત હોવાને કારણે કુલ મળીને બને પર્વતના આઠ ભાગ લવણસમુદ્રમાં આવેલા છે. તે ભાગ દાઢના આકારના છે. પ્રત્યેક ભાગ પર યુગલિયેની વસ્તીવાળા સાત, સાત, દ્વીપ હેવાથી કુલ મળીને છપ્પન છે. તેઓ લવણસમુદ્રમાં આવેલા હોવાથી અન્તરદ્વીપ કહેવાય છે. તેઓમાં અકર્મભૂમિ (ગભૂમિ)ની રચના છે. ગૌતમને એ પ્રશ્ન સાંભળીને પ્રભુએ કહ્યું“હે ગૌતમ! મન પર્યય જ્ઞાન કર્મભૂમિજ ગર્ભવ્યુત્કાતિક મનુષ્યને જ થાય છે, અકર્મભૂમિ જ ગયુત્કાન્તિક મનુષ્યને નહી. અને અન્તરદ્વીપજ ગર્ભવ્યુત્કાન્તિક મનુષ્યોને પણ નહીં.”
નર જન્મભૂમિ ” ઇત્યાદિ
હવે ગૌતમ સ્વામી ફરીથી પ્રભુને પૂછે છે-“હે ભદન્ત ! જે મન પર્યયજ્ઞાન કર્મભૂમિગર્ભજ મનુષ્યોને થાય છે તે શું સંખ્યાત વર્ષના આયુષ્યવાળ કર્મભૂમિગર્ભજ મનુષ્ય છે તેમને થાય છે કે જે અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા કર્મભૂમિગજ મનુષ્ય છે તેમને થાય છે?” એક કટિ પૂર્વ આદિ આયુવાળાઓનું નામ સંખ્યાતવર્ષના આયુવાળા, અને ગણનાથી પર પપમ આદિ આયુવાળાઓનું નામ અસંખ્યાત વર્ષના આયુવાળાં છે. ગૌતમને એ પ્રશ્ન સાંભળીને ભગવાને કહ્યું: “હે ગૌતમ ! મન:પર્યયજ્ઞાન સંખ્યાત વર્ષનાં આયુષ્યવાળા એવા કર્મભૂમિગજ મનુષ્યોને જ ઉત્પન્ન થાય છે. અસંખ્યાત વર્ષનાં આયુષ્યવાળા કર્મભૂમિગર્ભજ મનુષ્યને નહીં.”
નવું લેવાણા ૨૦ ” ઈત્યાદિ.
પ્રભુએ કહેલ તે ઉત્તર સાંભળીને ગૌતમે ફરીથી પ્રભુને પૂછયું-“હે ભદન્ત! જે મન:પર્યયજ્ઞાન સંખ્યાત વર્ષના આયુવાળા કર્મભૂમિગર્ભજ મનુષ્યને ઉત્પન્ન થાય છે તે તે શું પર્યાપ્તક સંખ્યાત વર્ષનાં આયુવાળા કર્મભૂમિગર્ભજ મન
ને થાય છે અથવા અપર્યાપ્તક સંખ્યાત વર્ષનાં આયુવાળ કર્મભૂમિગર્ભજ મનુષ્યને થાય છે?” ગૌતમને આ પ્રશ્ન સાંભળીને પ્રભુએ કહ્યું-“હે ગૌતમ! મનાપર્યયજ્ઞાન પર્યાપ્તક સંખ્યાત વર્ષનાં આયુવાળા કર્મભૂમિગર્ભજ મનુષ્યને
શ્રી નન્દી સૂત્ર
૮૦