________________
“નડું મજુત્તા ઉપm” ઈત્યાદિ. ફરીથી ગૌતમ સ્વામી પૂછે છે-“હે ભદન્ત! જે મન:પર્યયજ્ઞાન મનુને જ ઉત્પન્ન થાય છે તે શું સંમૂચ્છિમમનુષ્યને ઉત્પન્ન થાય છે કે ગર્ભજ મનુષ્યને ?” ભગવાન કહે છે-“હે ગૌતમ ! આ મન પર્યયજ્ઞાન ગર્ભજ મનુષ્યોને જ ઉત્પન્ન થાય છે, સંમૂ૭િમ મનુષ્યને નહી.” સ્ત્રી અને પુરુષના સંગ વિના જેમની ઉત્પત્તિ થાય છે તે સંમૂછિમ કહેવાય છે. જેમકે ઉચ્ચાર પ્રસવણ આદિમાં જીવની ઉત્પત્તિ થાય છે. આ જન્મ એકેન્દ્રિય જીથી લઈને અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીના ઇવેને હેય છે. આ વિષયમાં વિશેષ જાણવું હોય તે આવશ્યક સૂત્રની અમારી બનાવેલી મુનિષિણી ટીકા જેવી જોઈએ. જે જીવની ઉત્પત્તિ ગર્ભાશયમાંથી થાય છે તેઓ ગર્ભવ્યુત્કાતિક છે. ગર્ભાશયમાં જે જીવેની વ્યુત્કાન્તિ (ઉત્પત્તિ) થાય છે તેઓ ગર્ભવ્યુત્કાન્તિક છે, આ ગર્ભવ્યત્કાતિકને શબ્દાર્થ છે. અથવા ગર્ભમાંથી જેમની વ્યુત્કાન્તિ (નિષ્ક મણ, (નિકળવાનું) થાય છે તેઓ ગર્ભવ્યુત્કાન્તિક છે. ગર્ભવ્યુત્કાન્તિક જીવ બે પ્રકારના હોય છે–એક મનુષ્ય, બીજાં પંચેન્દ્રિયતિર્યંચનિક. ગર્ભવ્યુત્કાન્તિક મનુષ્ય પણ કર્મભૂમિજ, અકર્મભૂમિ એટલે કે ભંગભૂમિજ, અને અન્તરઢીપજ, આ રીતે ત્રણ પ્રકારનાં હોય છે. પંદર કર્મભૂમિમાં, ત્રીસ અકર્મભૂમિએમાં અને છપ્પન અંતરદ્વીપમાં જે ઉત્પન્ન થાય છે, તેઓ કર્મભૂમિ જ, અકર્મભૂમિજ અને અન્તરદ્વીપજ મનુષ્ય કહેવાય છે.
“રૂ મ રિયમપુર '' ઇત્યાદિ.
જે ગર્ભવ્યુત્ક્રાન્તિક મનુષ્યને મનઃ પર્યયજ્ઞાન ઉત્પન્ન થાય છે તે તે શું કર્મભૂમિગર્ભજમનુષ્યને ઉત્પન્ન થાય છે, અથવા અકર્મભૂમિગર્ભજ મનુષ્યને ઉત્પન્ન થાય છે, કે અન્તરદ્વીપ ગર્ભજમનુષ્યને ઉત્પન્ન થાય છે ? જે ભૂમિમાં કૃષિ, વેપાર, તપ:સંયમ આદિનું અનુષ્ઠાન મુખ્યત્વે કરાય છે તે કર્મભૂમિ છે. તે કર્મભૂમિ પાંચ ભરત, પાંચ ઐરાવત અને પાંચ મહવિદેહના ભેદથી પંદર બતાવેલ છે. તેમાં જે ગર્ભથી ઉત્પન્ન થાય છે તે કર્મભૂમિજ–ગર્ભવ્યુત્કાન્તિક મનુષ્ય છે. જે ભૂમિમાં પૂર્વ કથિત કૃષિ વગેરે કર્માનુષ્ઠાન હતા નથી પણ કલ્પવૃક્ષ વડે જ જ્યાં જીવેને ભેગ અને ઉપભેગની સામગ્રી મળતી રહે છે
શ્રી નન્દી સૂત્ર
૭૯