________________
મનઃ પર્યયજ્ઞાન સ્વરૂપ વર્ણનમ્
જબૂ સ્વામી શ્રી સુધર્મા સ્વામીને પૂછે છે-હે ભદન્ત! પૂર્વ નિર્દિષ્ટ મનઃપર્યવજ્ઞાનનું શું સ્વરૂપ છે ? ઉત્તરમાં સુધર્માસ્વામી, ભગવાન મહાવીર, અને ગૌતમસ્વામીને મન:પર્યવજ્ઞાનના વિષયમાં જે સંવાદ થયે તે કહે છે. ગૌતમ સ્વામી પૂછે છે. “મળપત્તવાળા ઈત્યાદિ. હે ભદન્ત ! મન:પર્યવજ્ઞાન મનને ઉત્પન્ન થાય છે કે અમનુષ્યને?
જવાબમાં ભગવાને કહ્યું-“હે ગૌતમ! મન:પર્યવજ્ઞાન મનુષ્યને ઉત્પન્ન થાય છે અમનુષ્યને નહીં. મનુષ્ય જાતિથી ભિન્ન દેવ, નારકી અને તિર્યંચ ગતિના જીવને મન ૫ર્યવજ્ઞાન ઉત્પન્ન થતું નથી, કારણ કે મન:પર્યવ જ્ઞાનની ઉત્પત્તિનું કારણ વિશિષ્ટ ચારિત્રનું પાલન છે. વિશિષ્ટ ચારિત્રનું પાલન એ ગતિના જીથી થતું નથી. આ પ્રમાણેને ભગવાન શ્રી વર્ધમાન સ્વામી અને ગૌતમને મનઃપયજ્ઞાનના વિષયમાં સંવાદ જે આ સૂત્રમાં સુધર્માસ્વામીએ પ્રગટ કર્યો છે તેને પ્રગટ કરવાને તેમને હેતુ એ છે કે આ વર્ણનથી જંબૂ સ્વામી મનઃપર્યયજ્ઞાનના વિષયમાં સારી રીતે જાણકાર થાય.
શંકા-શ્રી વર્ધમાન સ્વામીને ગૌતમ સ્વામીએ મન:પર્યયજ્ઞાનના વિષયમાં શા માટે પૂછયું? કારણ કે તેઓ પોતે જ ચૌદ પૂર્વના ધારણ કરનારા હતાં, સર્વાક્ષરસંનિપાતી હતાં, સંભિન્નશ્રોતેલબ્ધિના ધારક હતા, સમસ્ત પ્રજ્ઞાપનીય પદાર્થોના પરિણાનમાં કુશળ હતાં, પ્રવચનના પ્રણેતા અને સર્વજ્ઞકલ્પ હતાં.
ઉત્તર-–જે કે ગૌતમ સ્વામી પિતે જ મન ૫ર્યજ્ઞાનના વિષયમાં સારું જ્ઞાન ધરાવતાં હતાં તે પણ ભગવાનને આ વિષયમાં જે પૂછયું તેનું કારણ એ છે કે તેઓ પોતાના શિષ્યોને હિતકારી શિક્ષા દેતાં છતાં પણ શિષ્યની શ્રદ્ધામાં દૃઢતા લાવવાને માટે તેમની સામે ફરીથી પૂછે છે. અથવા–સૂત્ર રચવાની મર્યાદા આજ પદ્ધતિથી ચાલે છે તેથી પણ ગૌતમસ્વામીએ પ્રભુને એ પ્રમાણે પૂછ્યું તે કઈ રીતે દુષપાત્ર નથી.
શ્રી નન્દી સૂત્ર
७८