________________
“પત્તિ સર્વતઃ ૪” આ ગાથાંશથી બરાબર થઈ જાય છે. બીજે પણ એવું કહ્યું છે–દેવ તથા નારકીઓને ભવપ્રત્યયિક અવધિજ્ઞાન થાય છે. આ કથનથી આ વાતને સમર્થન મળવામાં કઈ મુશ્કેલી પડતી નથી. કે દેવ અને નારકીએને અવધિજ્ઞાન જન્મથી જ હોય છે. તથા તીર્થકરેને પણ જે જન્મથી જ અવધિજ્ઞાન હોય છે તે તેમને પરભવથી જ મળેલું હોય છે. તેથી પરભવમાં સમુત્પન્ન અવધિજ્ઞાનની પ્રાપ્તિ જન્મથી જ તેઓમાં સ્વાભાવિક રીતે જ સિદ્ધ થાય છે.
ઉત્તર–-જે કે “ ત્તિ સર્વતઃ સુ” માત્ર એટલું જ કહેવાથી નારકી તથા દેવાદિકેમાં નિયતાધિકતા સિદ્ધ થઈ જાય છે તે પછી “તેઓમાં અવ વિજ્ઞાન સર્વકાળ અવસ્થાયી હોય છે તેની સિદ્ધિ “ પ્રત્તિ સર્વતઃ ??
એટલું માત્ર કહેવાથી થતી નથી. તેથી નારકી, દેવ તથા તીર્થકર સદા અવધિજ્ઞાનવાળાં હોય છે એ વાતને બતાવવાને માટે “વઃ સવાર માન્તિ” એવું કહ્યું છે. તેથી આ ગાથાંશ સાર્થક જ છે નિરર્થક નથી.
શંકા—તીર્થકરમાં અવધિજ્ઞાન સર્વકાળ રહે છે આ કથન આપની વિરૂદ્ધ પડે છે, કારણ કે કેવળજ્ઞાન થતાં તેમાંથી અવધિજ્ઞાન છૂટી જાય છે.
ઉત્તર-તીર્થકરોનું અવધિજ્ઞાન સર્વકાળ અવસ્થાયી રહે છે. આ કથન તેઓમાં છધસ્થ કાળની અપેક્ષાએ જ જાણવું જોઈએ. અને એજ કાળની અહીં વિવક્ષા છે.
આ ગાથાને અર્થે અવતરણ સહિત બીજી રીતે કરાય છે–અથવા આ રીતે અવધિજ્ઞાન કહી દેવાયું છે હવે જે બાહ્યાવધિક હોય છે તથા જે બાહાવધિક નથી હોતાં તેમને બતાવવામાં આવે છે –“ને રૂ–રેવ” ઇત્યાદિ.
નરયિક, દેવ તથા તીર્થકર તેઓ અવધિજ્ઞાનથી અબાહ્ય હોય છે એટલે કે તેઓ તેનાથી બહાર હોતા નથી. એટલે કે અવધિજ્ઞાનથી પ્રાપ્ત ક્ષેત્રને અન્તરાલવતી હોય છે. તથા સર્વતઃ સમસ્ત જ દિશાઓમાં અને વિદિશાએમાં દેખે છે.
શંકા--“શવઃ વહ્યિાઃ મવનિત” એટલાથી જ “સર્વત” આના અર્થની સિદ્ધિ થઈ જાય છે તો પછી “સર્વતઃ” આ કથન નિરર્થક થઈ જાય છે?
ઉત્તર–એવું નથી. અવધિજ્ઞાનના સદૂભાવમાં પણ સમસ્ત અવધિજ્ઞાની સર્વ તરફના પદાર્થોને જેત નથી. કેઈ કેઈ અવધિજ્ઞાની એવા પણ હોય છે જેમને દિગન્તરાલનું પણ દર્શન થતું નથી. અવધિજ્ઞાનની આ વિચિત્રતા છે તેથી
સર્વત્તઃ ” આ કથન વ્યર્થ જતું નથી. તારા આ પ્રત્યક્ષ પ્રમાણ રૂપ અવધિજ્ઞાનનું વર્ણન થયું. એ સૂત્ર ૧૬ છે
હવે સૂત્રકાર મન:પર્યવજ્ઞાનનું વર્ણન કરે છે-“સે જિં તેં માપાવના” ઈત્યાદિ.
શ્રી નન્દી સૂત્ર
૭૭