________________
તેથી આ સ્થિતિમાં સમ્યગૂ જ્ઞાન અહીં મુખ્ય માનેલ છે, મિથ્યાજ્ઞાન નહીં. કારણ કે મિથ્યાજ્ઞાનમાં મંગળની તરફ હેતુરૂપતા નથી. આ હેતુરૂપતા સમ્યગ જ્ઞાનમાં જ છે કારણ કે મિથ્યાદર્શનની સાથે રહેતું નથી. દર્શનમાં એવી વાત નથી. તે જે પ્રમાણે અવધિજ્ઞાન રૂપ સમ્યગજ્ઞાનની સાથે રહે છે તે જ પ્રમાણે મિથ્યાજ્ઞાનરૂપ–વિભંગાવધિની સાથે પણ રહે છે. તેથી દર્શન મુખ્ય નથી, જે પ્રધાન (મુખ્ય) હોય છે તેને જ અનુયાયી લૌકિ અને લકત્તર માર્ગ હોય છે. આ રીતે પ્રધાન હોવાથી સૂત્રમાં પ્રથમ જ્ઞાન કહ્યું છે અને પછી દર્શન કહ્યું છે.
ક્ષેત્રની અપેક્ષાએ અવધિજ્ઞાની જઘન્ય રૂપથી અંગુલના અસંખ્યાતમાં ભાગના ક્ષેત્રને જાણે છે અને દેખે છે. ઉત્કૃષ્ટરૂપથી અલકાકાશમાં જે અસંખ્યાત ખંડ સંભવિત થઈ જાય તે તેમને પણ અવધિજ્ઞાની જાણી શકે છે અને દેખી શકે છે. લોકોનું પ્રમાણ ચૌદ રાજુ બતાવ્યું છે. કાળની અપેક્ષાએ અવધિજ્ઞાની જઘન્યથી આવલિકાના અસંખ્યાતમાં ભાગને જાણે છે અને દેખે છે. અને ઉત્ક બ્દની અપેક્ષાએ અસંખ્યાત ઉત્સણિી પ્રમાણે અને અસંખ્યાત અવસર્પિણી પ્રમાણ ભૂત અને ભવિષ્યકાળને જાણે છે અને દેખે છે. તથા વર્તમાનકાળને પણ જાણે છે અને દેખે છે. ભાવની અપેક્ષાએ અવધિજ્ઞાની જઘન્યરૂપથી અનેક પર્યાને જાણે છે અને દેખે છે. પર્યાના આધારભૂત દ્રવ્ય અનંત છે તેથી તે અપેક્ષાએ અનંત પર્યાયને જાણવા દેખવાની વાત અવધિજ્ઞાનીના ભાવની અપેક્ષાએ કહેલ છે, એક દ્રવ્યની અપેક્ષાએ નહીં. એક દ્રવ્યની અપેક્ષાએ તે અવધિજ્ઞાની સંખ્યાત અથવા અસંખ્યાત પર્યાયાને જ જાણે છે તથા દેખે છે. ઉત્કર્ષથી અવધિજ્ઞાની જીવ અનંત પર્યાને જાણે અને દેખે છે. જઘન્ય રૂપથી પણ અવધિજ્ઞાની અનંત પર્યાને જાણે છે અને ઉત્કૃષ્ટથી પણ અનંત પર્યાએને જાણે છે. તેમાં જઘન્યના કરતાં ઉત્કૃષ્ટ અનંતગણું હોય છે, તેથી અવધિજ્ઞાની જઘન્યથી સર્વ રૂપી દ્રવ્યોની અપેક્ષાએ પર્યાયના અનંતમાં ભાગને જાણે અને દેખે છે.
આ રીતે અવધિજ્ઞાનનું દ્રવ્યાદિક ભેદની અપેક્ષાએ વર્ણન કરીને સૂત્રકાર હવે આ વિષયમાં સંગ્રહ ગાથાનું કથન કરે છે--
શ્રી નન્દી સૂત્ર
૭૫