________________
દ્રવ્યાઘપેક્ષયા અવધિજ્ઞાનસ્ય ભેદથનમ્
આ રીતે અવધિજ્ઞાનના છ ભેદનું કથન કરીને હવે દ્રવ્ય આદિની અપક્ષાએ તેના ભેદ બતાવે છે–“તું મારો જચ્ચિદં” ઈત્યાદિ
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ તે અવધિજ્ઞાન સક્ષેપથી ચાર પ્રકારનું કહેલ છે. એ જ વાત. આ સૂત્ર દ્વારા પ્રગટ કરવામાં આવે છે–તે અવધિજ્ઞાન સંક્ષેપમાં ચાર પ્રકારનું પ્રરૂપિત કરાયું છે. તે ચાર પ્રકાર આ છેદ્રવ્યની અપેક્ષાએ, ક્ષેત્રની અપેક્ષાએ, કાળની અપેક્ષાએ અને ભાવની અપેક્ષાએ તેઓમાં દ્રવ્યની અપેક્ષાએ અવધિજ્ઞાનવાળે આત્મા જઘન્ય અવસ્થામાં અનેક રૂપી દ્રવ્યને, તેજસભાષાની પ્રાગ્ય વગણના અન્તરાલવતી દ્રવ્યોને વિશેષ રૂપ આકારથી જાણે છે અને સામાન્ય રૂપ આકારથી દેખે છે. વસ્તુને વિશેષ રૂપથી જાણવી તે જ્ઞાન છે અને સામાન્યરૂપથી તેને ગ્રહણ કરવી તે દર્શન છે. તથા ઉત્કૃષ્ટ રૂપે તે અવધિજ્ઞાની આત્મા સમસ્ત રૂપી દ્રવ્યોને–બાદર સૂક્ષમ રૂપી પદાર્થોને જાણે છે અને દેખે છે.
શંકા – જ્ઞાનની પહેલા દર્શન હોય છે પછી જ્ઞાન. તે પછી શા માટે એવા કમનું ઉલ્લંઘન કરીને સૂત્રકારે સૂત્રમાં પહેલાં “ જાણે છે” એવું કહ્યું અને પછી “દેખે છે” એવું કહ્યું છે ?
ઉત્તર–આ પ્રમાણે સૂત્રકારના કથનને ભાવ આ છે-જેટલી પણ લબ્ધિઓ હોય છે તે બધી સાકાર ઉપગવાળા જીવને હોય છે, નિરાકાર ઉપગવાળાં જીવને નહીં. કારણ કે અવધિ પણ એક ખાસ લબ્ધિ છે. તે કારણે તે જ્યારે પ્રથમ ઉત્પન્ન થાય છે ત્યારે જ્ઞાનરૂપે જ ઉત્નન્ન થાય છે. દર્શન રૂપે નહીં. તેમાં કમશઃ ઉપયોગની પ્રવૃત્તિ થાય છે. જ્ઞાને પગની પછી દર્શનરૂપ પણ ઉપયોગ હેય છે. તેથી સૂત્રકારે સૂત્રમાં પહેલું જ્ઞાન કહ્યું છે અને પછી દર્શન કર્યું છે.
અથવા–આ અધ્યયનમાં સમ્યગ જ્ઞાનની પ્રરૂપણા જ મુખ્યત્વે કરવાની છે. તેની અનુગની શરૂઆતમાં મંગળ નિમિત્ત જ્ઞાન પંચકરૂપ ભાવનંદી વક્તવ્ય છે. અને એજ ભાવનંદીની પ્રરૂપણાને માટે આ અધ્યયનને પ્રારંભ થયે છે.
શ્રી નન્દી સૂત્ર
૭૪