________________
અપ્રતિપાત્યવધિજ્ઞાન વર્ણનમ્
“સેજિત અનિવાર્બોદ્દિનાળ " ઈત્યાદિ.
શિષ્ય પૂછે છે—“ અપ્રતિપાતિ અવધિજ્ઞાનનું શું સ્વરૂપ છે? ” ઉત્તર:——અપ્રતિપાતિ અવધિજ્ઞાનનું સ્વરૂપ આ પ્રમાણે છે જે અવધિજ્ઞાનની સહાયતાથી અવિધજ્ઞાની આત્મા અલાકાકાશ સુધીના એક પણ આકાશ પ્રદેશને અથવા ઘણાં આકાશપ્રદેશને જાણે અને દેખે છે તે અપ્રતિપાતિ અવધિજ્ઞાન છે. એજ વાત " जेण अलोगस्स एगमवि आगासपएस जाणइ पासइ " ઈત્યાદિ. પંકિતઓ દ્વારા બતાવવામાં આવી છે જો કે અલેાકાકાશમાં અવધિજ્ઞાન વડે દ્રષ્ટ કેાઇ વસ્તુ નથી તે પણ જે એવુ કહ્યુ છે કે “ અવધિજ્ઞાની અલેાકાકાશના એક અથવા અનેક પ્રદેશોને જાણે દેખે છે'' તે માત્ર તેની શક્તિમાત્રને જ પતાવવા માટે કહેલ છે. એટલે કે આ અપ્રતિપાતિ અધિજ્ઞાનમાં એટલી શક્તિ છે કે તે અલેાકાકાશ સુધીના પણ એક અથવા અનેક પ્રદેશેશને જાણી શકે છે એવી શકિત પણ તેમાં તેવા પ્રકારના ક્ષયાપશમથી પેદા થયેલ સામર્થ્યથી જ હાય છે. અવધિજ્ઞાન ફક્ત રૂપી દ્રવ્યને જ વિષય કરે છે. અરૂપી દ્રવ્યને નહીં. આકાશના પદાર્થો પણ આ રીતે અરૂપી જ છે, તે એ તેના વિષય થઇ શકતા નથી તથા ખીજા કોઈ દ્રવ્ય અલાકાકાશમાં નથી. આવી સ્થિતિમાં સૂત્રમાં જે “અલેાકાકાશના એક પ્રદેશ પ્રદેશને અથવા ઘણા પ્રદેશને તે જાણે દેખે છે” એવું કહેલ છે તે ફક્ત તેના સમાને પ્રગટ કરવાને માટે જ કહેલ છે એમ માનવું જોઈ એ. ધર્માદિક દ્રવ્યોના જેટલાં આકાશમાં નિવાસ છે તે લેાકાકાશ તથા તેની બહાર આવેલ આકાશનું નામ અલેાકાકાશ છે. અપ્રતિપાતિ અવધિજ્ઞાન કેવળજ્ઞાનને ઉત્પન્ન કર્યા વિના છૂટતુ નથી,
તેના ભાવાર્થ આ છે કે જેમ પ્રાભાતિક પ્રકાશ સૂર્યોદય થયા વિના હટતા નથી, અથવા જેમ ફળવાળાં વૃક્ષના ફૂલ વિના ફળ ઉત્પન્ન કરતાં નથી એ જ પ્રમાણે જે અવધિજ્ઞાન કેવળજ્ઞાનની પ્રાપ્તિ કર્યા વિના જીવથી છૂટતુ નથી તે અપ્રતિપાતિ અવધિજ્ઞાન છે. અથવા જેમ સામા પક્ષના નાયક હણાતાં તેની સેનાની અન્ય વ્યક્તિ દ્વારા વિજયશીલ રાજા પરાભવ પામતા નથી, તથા બાકીનાં શત્રુ દળને હરાવીને તે જેમ રાજ્યશ્રીના લેાક્તા અને છે એજ પ્રમાણે અધિજ્ઞાની આત્મામાં કોઇ એવાં કર્મીના અધિજ્ઞાનાવરણીય કર્મોના ક્ષયાપશમ હાય છે કે જૈના પ્રભાવથી તે કમશત્રુઓના નાયક રૂપી માહનીય કા નાશ કરીને અને તેના અભાવમાં અન્ય કશત્રુએ વડે અવિજિત થઈ ને પરાભવ પામતા નથી, પણ બાકી રહેલ શેષકશત્રુઓને પણ જીતીને અવશ્ય જ કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. આજ અપ્રતિપાતિ અવધિજ્ઞાનનું સ્વરૂપ છે. સૂ ૧૫।।
'
શ્રી નન્દી સૂત્ર
૭૩