________________
સમય છે તેમની અપેક્ષાએ જઘન્ય અવધિજ્ઞાનના વિષયભૂત થયેલ અંગુલનાં અસંખ્યાતમાં ભાગ રૂપ ક્ષેત્રમાં જ જે અસંખ્યાત પ્રદેશ છે તેઓ અસંખ્યાત ગણાં છે. આ પ્રમાણે સર્વત્ર અવધિના વિષયભૂત કાળની અપેક્ષાએ અવધિના વિષયભૂત ક્ષેત્રમાં અસંખ્યય ગણું પ્રદેશ જાણવા જોઈએ.
ક્ષેત્રસ્ય કાલાદસંખ્યયગુણતા પ્રતીતી હેતુલ્થનમ્
આ પ્રમાણેનાં વર્ણનથી કાળની અપેક્ષાએ ક્ષેત્રમાં અસંયેયગુણતા કેવી રીતે જણાય છે ? તે કહે છે–“સુહુ ચોર વઢિ” ઈત્યાદિ. કાળ સૂક્ષમ હોય છે. અને તેનાં કરતાં ક્ષેત્ર સૂક્ષમ હોય છે. અંગુલશ્રેણિમાત્ર ક્ષેત્રમાં અસંખ્યાત અવસર્પિણી કાળ સ્થિત છે. આ ગાથાને ખુલાસાવાર અર્થ આ પ્રમાણે છે–કાળ એટલે સૂક્ષમ હોય છે કે કમળના તરા ઉપર રાખેલાં એટલે કે એક ઉપર એક રાખેલાં સે પાનને ભેદતાં એક એક પાનના ભેદનમાં અસંખ્યાત સમય લાગે છે, એવું આગમમાં પ્રતિપાદિત કરાયું છે. સમય એટલે બધે સૂમ છે કે જેથી તે અસંખ્યાત સમય ભિન્ન-ભિન્ન-રૂપે વિભાજીત કરી શકાતાં નથી. આ કાળથી ક્ષેત્ર સૂક્ષ્મતર હોય છે, કારણ કે એક પ્રમાણગુલમાત્ર શ્રેણિરૂપ નભ ખંડ ક્ષેત્રમાં પ્રત્યેક પ્રદેશની ઉપર સમયની ગણત્રીથી અસંખ્યાત અવસર્પિણીઓમાં જેટલા સમય હોય છે એટલા પ્રમાણ પ્રદેશ રહે છે, તેથી કાળથી અસંખ્યાત ગણું ક્ષેત્ર હોય છે. ક્ષેત્ર કરતાં પણ અસંખ્યાત ગણું દ્રવ્ય હોય છે. તથા દ્રવ્યનાં કરતાં અવધિજ્ઞાનની વિષયભૂત પર્યાયે સંખ્યાત ગણી અથવા અસંખ્યાત ગણી હોય છે, તેથી અંગુલશ્રેણિમાત્ર ક્ષેત્રમાં પ્રદેશનું પ્રમાણ અસંખ્યાત અવસર્પિણીઓનાં રાશિપ્રમાણુ સિદ્ધ થાય છે. આ પ્રમાણે વર્ધમાન અવધિજ્ઞાનનું વર્ણન થયું છે . ૮ – ૧૨ છે
શ્રી નન્દી સૂત્ર
૭૦