________________
હીયમાનાવધિજ્ઞાન વર્ણનમ્
હવે હીયમાન અવધિજ્ઞાનનું વર્ણન કરે છે–
જે વિં તે ફ્રીયમાખર્ચ નિાળ” ઈત્યાદિ. શિષ્ય પૂછે છે—હે ભદન્ત ! પૂર્વ નિર્દિષ્ટ હીયમાન અવધિજ્ઞાનનું શું સ્વરૂપ છે ? ઉત્તર-હે શિષ્ય! આ અવધિજ્ઞાન જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે વધારે વિષયવાળું હોય છે પણ પરિણામશુદ્ધિ ઓછી થઈ જવાથી ક્રમશઃ અ૫–અલ્પ વિષયક થતું જાય છે. એ જ વાત ટીકાકારે “પૂર્વાવસ્થાપેક્ષવાઘોડધો ડ્રાતમુપજીત” આ વાકય દ્વારા પ્રગટ કરી છે.
અપ્રશસ્ત અધ્યવસાય સ્થાનોમાં વર્તમાન જીવનું અવધિજ્ઞાન સર્વતઃચારે દિશાઓમાં વર્તમાન પદાર્થોને જાણવારૂપ ક્રિયા કરવાથી ક્રમશઃ ઘટતું રહે છે. શુભ અધ્યવસાયના વશથી પ્રાપ્ત કરાયેલું અવધિજ્ઞાન અવિરત સમ્યગ્દષ્ટિનું હીયમાન થતું જાય છે. ચારિત્રસંપન્ન અવધિજ્ઞાનીનું અવધિજ્ઞાન પણ હીયમાન હોય છે. એટલે કે ચાહે દેશવિરતિ શ્રાવક હોય કે ચાહે સર્વવિરતિ સંપન્ન અણગાર હોય, તેનું પણ અવધિજ્ઞાન હીયમાન થતું જાય છે. સંકિલશ્યમાન જીવનું–બધ્યમાન કર્મના સંસર્ગથી ઉત્તરોત્તર સંકલેશ ભાવને પામેલ જીવન, તથા અપ્રશસ્તલેશ્યાથી ઉપરંજિત થયેલ અનેક અશુભ અર્થનું ચિન્તન કરવામાં તત્પર બનેલ એવાં અવિશુદ્ધ ચારિત્રસંપન્ન દેશવિરતિ ગૃહસ્થનું અને સર્વવિરતિસંપન્ન સાધુનું પણ અવધિજ્ઞાન સર્વતઃ સમન્તાત્ હીયમાન હોય છે. આ પ્રકારનું હીયમાન અવધિજ્ઞાનનું સ્વરૂપ છે. તેને ભાવાર્થ ક્ત એટલે જ છે કે જે રીતે પરિમિત દાહ્યાવસ્તુઓમાં લાગેલી અગ્નિ ન દાહૃા પદાર્થ ન મળવાથી ક્રમશઃ ઘટતી જાય છે એ જ પ્રમાણે જે અવધિજ્ઞાન પરિણામની વિશુદ્ધિના અભાવે ક્રમશઃ ઘટતું જાય છે તે હીયમાન છે || સૂત્ર ૧૩
શ્રી નન્દી સૂત્ર
૭૧