________________
ચારેની વૃદ્ધિ થાય છે. આ કથન પણ વ્યાવહારિક છે, કારણ કે ત્રણની જ વૃદ્ધિ થાય છે; કાળ તે જાતે જ વૃદ્ધિ પામેલ જ છે. અવધિજ્ઞાનના વિષયભૂત ક્ષેત્રની વૃદ્ધિ થવાથી કાળમાં વૃદ્ધિ ભજનીય છે–થાય પણ છે અને નથી પણ થતી. ક્ષેત્ર અત્યન્ત સૂક્ષ્મ છે, અને કાળ તેની અપેક્ષાએ સ્થળ છે. જ્યારે અવધિજ્ઞાનનું પ્રભૂત ક્ષેત્ર વધી જાય છે ત્યારે તે એના કાળમાં પણ વૃદ્ધિ આવી જાય છે, પણ જ્યારે ક્ષેત્ર અલ્પ રહે છે તે સમયે કાળમાં વૃદ્ધિ થતી નથી. જે એવું માનવામાં ન આવે તે જ્યારે ક્ષેત્રમાં પ્રદેશ આદિ રૂપે વૃદ્ધિ થશે ત્યારે તે સમયે કાળની પણ નિયમથી સમયાદિરૂપથી વૃદ્ધિ થશે જ, એવી સ્થિતિમાં ક્ષેત્રના અંગુલમાત્ર-શ્રેણિરૂપમાં વધવાથી અસંખ્યય અવસર્પિણીરૂપથી કાળમાં વૃદ્ધિ થવા લાગશે-“ગુરમિત્તે ગોf Goftો અસંfam” આવું સિદ્ધાંત વચન છે તે ત્રીજી ગાથામાં જે એવું કહ્યું છે કે-“આઢિયા પુત્યુત્ત”અર્થાત-જે સમય કાળની અપેક્ષાએ અવધિજ્ઞાન એક આવલિકારૂપ કાળને દેખે છે ત્યારે તે અંગુલપૃથકત્વપરિમિત ક્ષેત્રને દેખે છે તે વિરૂદ્ધ પડશે. કારણ કે અંગુલપૃથકત્વપરિમિતક્ષેત્રને વિષય હોવાથી અસંખ્ય અવસર્પિણરૂપમાં કાળ વદ્ધિત છે. તેથી આ વલિકારૂપ કાળને ન જોતાં અસંખ્યયઅવસર્પિણીરૂપ કાળને જ જે જોઈએ, પણ એવું નથી, કારણ કે અહીં પ્રભૂતરૂપમાં ક્ષેત્રની વૃદ્ધિ થઈ નથી, તેથી ક્ષેત્રની વૃદ્ધિમાં કાળની વૃદ્ધિ ભજનીય જ માનવી જોઈએ. જ્યારે ક્ષેત્રની વૃદ્ધિ થાય છે ત્યારે દ્રવ્ય અને પર્યાય, એ બને જ નિયમથી જ વર્ધિત થાય છે. આ જાતે જ સમજવા જેવી વાત છે.
જ્યારે દ્રવ્ય અને પર્યાયમાં વૃદ્ધિ થાય છે તે સમયે ક્ષેત્ર અને કાળમાં વૃદ્ધિ ભજનીય હોય છે—તે કયારેક વધે પણ છે કયારેક નથી પણ વધતા, કારણ કે દ્રવ્ય અને પર્યાયની અપેક્ષાએ ક્ષેત્ર અને કાળ સ્થળ છે. એક જ નભ પ્રદેશરૂપ ક્ષેત્રમાં અનંત સ્કંધને અવગાહ થઈ રહ્યો છે તેથી એ
શ્રી નન્દી સૂત્ર