________________
દ્રવ્યક્ષેત્રકાલ ભાવાનાં મધ્યે યસ્ય વૃદ્ધો યસ્ય વૃદ્ધિર્ભવતિ, યસ્ય ચ ન ભવતીતિ વર્ણનમ્
“જે રષ્ટ્ર યુઠ્ઠી” ઈત્યાદિ.
કાળની વૃદ્ધિ થવાથી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ, એ ચારેની પણ નિયમિત વૃદ્ધિ થાય છે, અહીં “મા” આ શબ્દ પર્યાયને બેધક છે. “કાળની વૃદ્ધિ થવાથી ચારેની વૃદ્ધિ થાય છે” તેનું તાત્પર્ય આ પ્રમાણે છે જ્યારે સૂફમ, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ રૂપથી અવધિજ્ઞાનને વિષયભૂત કાળ વન્દ્રિત થાય છે ત્યારે એવી સ્થિતિમાં તે કાળથી ક્ષેત્રની, દ્રવ્યની, અને દ્રવ્યપર્યાની વૃદ્ધિ થાય છે. કાળને જ્યારે એક પણ સમય વર્ધિત થઈ જાય છે ત્યારે એ સમયે ક્ષેત્રને પ્રભૂત પ્રદેશ વધી જાય છે, અને પ્રભૂત પ્રદેશ વધતાં જ દ્રવ્યની પણ વૃદ્ધિ થઈ જાય છે, કારણ કે આકાશરૂપ ક્ષેત્રના પ્રત્યેક પ્રદેશ પર દ્રવ્યની પ્રચુરતા રહેલ હોય છે. જ્યારે દ્રવ્યની પ્રચુરતારૂપ વૃદ્ધિ થઈ જાય છે ત્યારે તેનાથી આપ આપ તે પણ સિદ્ધ થઈ જાય છે કે પર્યાયે પણ વર્ધિત થઈ જાય છે, કારણ કે દરેક દ્રવ્યમાં પર્યાની પુષ્કળતા રહેલી હોય છે.
શંકા–કાળની વૃદ્ધિ થવાથી તે આ રીતે દ્રવ્ય, ક્ષેત્ર અને ભાવની જ વૃદ્ધિ થવાનું સાબિત થાય છે, કાળની નહીં. તે પછી સૂત્રકાર એવું કેમ કહે છે કે કાળની વૃદ્ધિ થતાં દ્રવ્યાદિ ચારની વૃદ્ધિ થાય છે? અહીં તે એવું જ કહેવું જોઈએ કે કાળની વૃદ્ધિ થવાથી દ્રવ્યાદિ ત્રણની જ વૃદ્ધિ થાય છે.
ઉત્તર–શંકા તે બરાબર છે પણ સૂત્રકારે એવું જે કહ્યું છે તે સામાન્ય રૂપથી કહ્યું છે. જેમ-દેવદત્તે ખાઈ લીધાથી “ આખું કુટુંબ ખાય છે” એવું વહેવારમાં કહેવાય છે. નહીં તે એવું કહેવું જોઈએ કે દેવદત્ત સિવાયનું આખું કુટુંબ ખાય છે. કુટુંબની અંદર તે દેવદત્ત પણ આવી જાય છે, તે તે એ સમયે ખાતે હેતું નથી. તેણે તે, ખાઈ લીધું છે, છતાં પણ “આખું કુટુંબ ખાય છે” એવું વ્યવહારમાં કહેવાય છે. એ જ પ્રમાણે કાળની વૃદ્ધિ થવાથી દ્રવ્યાદિ
શ્રી નન્દી સૂત્ર
૬૭.