________________
અપેક્ષાએ કાંઈક ન્યૂન એક મુહૂર્તને દેખે છે, સૂત્રમાં જે એવું કહ્યું છે કે “અવધિ દેખે છે તે અવધિજ્ઞાન અને અવધિજ્ઞાનીમાં અભેદના ઉપચારથી જ કહેલ છે. જે સમયે કાળની અપેક્ષાએ અવધિજ્ઞાન થોડા ઓછા એક દિવસરૂપ કાળને જાણે છે તે સમયે ક્ષેત્રની અપેક્ષાએ તે ગભૂતિપરિમિત ક્ષેત્રને–એક કોશ પ્રમાણુ ક્ષેત્રસ્થિત દ્રવ્યને—જાણે છે. ક્ષેત્રની અપેક્ષાએ એકજનક્ષેત્રવિષયક અવધિ કાળની અપેક્ષાએ દિવસ પૃથકત્વને જાણે છે. તથા કાળની અપેક્ષાએ જે સમયે અવધિજ્ઞાન કાંઈક છું એક પક્ષને જાણે છે તે સમયે ક્ષેત્રની અપેક્ષાએ પચીશજનપરિમિત ક્ષેત્રને જાણે છે. IT. ઠા
“અર િમડ્ડમારો” ઈત્યાદિ.
ક્ષેત્રની અપેક્ષાએ ભરત ક્ષેત્રને વિષય કરનારૂં અવધિજ્ઞાન ઉત્પન્ન થતાં કાળની અપેક્ષાએ તે અવધિજ્ઞાન અર્ધા માસને (પંદર દિનને) વિષય કરનારું હશે અવધિજ્ઞાન ક્ષેત્રની અપેક્ષાએ જમ્બુદ્વીપને વિષય કરનારું ઉત્પન્ન થશે તે અવધિજ્ઞાન કાળની અપેક્ષાએ એક માસ કરતાં કંઈક વધુ કાળ વિષય કરનારૂં હશે. એજ પ્રમાણે જે અવધિજ્ઞાન અઢાઈદ્વીપને વિષય કરનારૂં ઉત્પન્ન થશે તે કાળની અપેક્ષાએ એક વર્ષ સુધીના કાળનું જ્ઞાતા હશે. તથા ક્ષેત્રની અપેક્ષાએ જે રૂચક નામના દ્વીપને વિષય કરનારૂં અવધિ હશે તે કાળની અપેક્ષાએ વર્ષ પૃથકત્વનું જાણુનાર હશે. IIT. પણ
જયેન્નજિ વહે” ઈત્યાદિ.
આ ગાથામાં સંખ્યય શબ્દ વડે એક હજાર વર્ષ પછીને અને અસં. ખ્યાત વર્ષ પહેલાને કાળ ગ્રહણ કરેલ છે. જે અવધિજ્ઞાન કાળની અપેક્ષાએ સંખ્યય કાળને વિષય કરનારૂં હશે. એ જ રીતે જે અવધિજ્ઞાન કાળની અપેક્ષાએ સંખ્યાત કાળને વિષય કરનારું હશે તે અવધિજ્ઞાન અસંખ્યાત જન પ્રમાણ અન્તિમ સ્વયંભૂરમણદ્વીપ અને સ્વયંભૂરમણ સમુદ્રરૂપ એક મહાન ક્ષેત્રને પણ જાણુનારૂં હશે, તથા સ્વયંભૂરમણ દ્વીપ અને સમુદ્રમાં ઉત્પન્ન થયેલ તિર્યંચનું અવધિજ્ઞાન તેના જનપ્રમાણ એક દેશને વિષય કરનારૂં હોય છે.
તથા કાળની અપેક્ષાએ જે અવધિજ્ઞાન પલ્યોપમ આદિ અસંખ્યય કાળને
શ્રી નન્દી સૂત્ર
૬૫