________________
શંકા–(૧) આટલા લાંબા-પહોળા મત્સ્યની કલ્પના શા માટે કરે છે ? (૨) શા માટે તેની પોતાના દેહ પ્રદેશમાં જ ત્રીજા સમયમાં ઉત્પત્તિ માને છે ? (૩) શા માટે તેને ઉત્પત્તિ સમયથી લઈને તૃતીય સમયમાં વર્તમાન કહે છે ? (૪) શા માટે તેને સૂમરૂપે ગ્રહણ કરે છે ? (૫) શા માટે તેને “પુના આ સંજ્ઞાથી સંબંધિત કરે છે ? (૬) અને શા માટે તેની જઘન્ય અવગાહના લે છે? આ પ્રમાણે અહીં એ છ પ્રશ્નો છે. તેને ઉત્તર આ પ્રમાણે છે –
(૧) એક હજાર એજનની અવગાહનાવાળે મહામસ્ય જ ત્રણ સમયમાં આત્મપ્રદેશને સંકુચિત કરતે પ્રયત્નવિશેષથી સૂક્ષ્મ અવગાહનાવાળા થાય છે, બીજા જીવ નહીં. તેથી જ તેને ગ્રહણ કરેલ છે.
(૨) આ મહા મત્સ્ય પ્રથમ સમયમાં “પ્રતર” કરે છે. બીજા સમયમાં સૂચી કરે છે. ત્રીજા સમયમાં પનકની પર્યાયથી ઉત્પન્ન થાય છે, તેથી તૃતીય સમયમાં જ પનકરૂપ પર્યાયની ઉત્પત્તિ માનેલી છે.
(૩) પનક જીવ ઉત્પત્તિસમયથી લઈને પહેલા અને બીજા સમયમાં અતિસૂક્ષ્મ રહે છે. ચતુર્થ આદિ સમયમાં અતિસ્થૂળ થઈ જાય છે. તેથી તે સમયેની તેની અવગાહના ગ્રહણ ન કરીને જે ત્રીજા સમયની અવગાહના ગ્રહણ કરેલ છે તેનું કારણ ફક્ત એટલું જ છે કે તે આ તૃતીય સમયમાં જ જઘન્ય અવધિજ્ઞાનના ક્ષેત્રને ચગ્ય અવગાહનાવાળે થાય છે. તેથી “ઉત્પત્તિના સમયથી શરૂ કરીને તૃતીય સમયમાં વર્તમાન” એવું કહેલ છે.
(૪) અવિગ્રહગતિથી પિતાનાં શરીરના એક દેશમાં જ ઉત્પન્ન થવાને કારણે તે પનક જીવ સૂક્ષ્મ હોય છે. આ વાતને બતાવવા માટે જ સૂક્ષમ પદ રાખવામાં આવેલ છે. જે તે પિતાના શરીરથી કેઈ બીજી જ જગ્યાએ દૂર જઈને પનકની પર્યાયથી ઉત્પન્ન થતા અને વિગ્રહગતિથી જ તે જીવના પ્રદેશ જરૂર વિસ્તારને પામત, આ રીતે તેની અવગાહના સ્થૂળતર થઈ જાત.
(૫) આ પનકસંજ્ઞાથી સંબોધન કરવાનું પ્રયોજન એ છે કે બીજા પૃથિવી આદિ જીની અપેક્ષાએ પનક જીવજ સૂક્ષ્મ, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ હોય છે.
(૬) તેની જઘન્ય અવગાહના એ માટે ગ્રહણ કરવામાં આવેલ છે કે પનક જીવ જ સર્વજીની અપેક્ષાએ જઘન્ય શરીરવાળે હોય છે.
કઈ કઈ આચાર્ય એવું કહે છે કે પનક જીવની પર્યાયમાં ઉત્પન્ન થનારા તે મહામસ્યને જીવ પ્રથમ સમયમાં પોતાના શરીરના આયામનું સંહરણ કરે છે અને આ આયામનું સંહરણ જ પ્રતરનું કરવું છે. બીજા સમયમાં પ્રતરતું સંહરણ અને સૂચનું કરવું થાય છે. ત્રીજા સમયમાં સૂચીનું સંહાર કરીને પનકરૂપ પર્યાયથી ઉત્પન્ન થાય છે. આ રીતે ત્રણ સમય લાગે છે. તથા વિગ્રહગતિના અભાવથી તે આહારક થઈ જાય છે. આ રીતે ત્રણે સમયમાં તે આહારક હોય છે. તેથી ઉત્પત્તિ સમયે જ ત્રણ સમયવાળે તે આહારક
શ્રી નન્દી સૂત્ર
૫૫.