________________
શ્રોત્ર આદિ ઈનિદ્રયાશ્રિત જ્ઞાન પરમાર્થતઃ પ્રત્યક્ષ મનાયાં હતા તે પછી તે અવગ્રહાદિકોને આગળ જે પરોક્ષરૂપથી વર્ણિત કરાયાં છે તે શા માટે કહેત? પ્રત્યક્ષરૂપથી જ તેમનું વર્ણન કરવું જોઈતું હતું. પણ એવું નથી તેથી આગળ આવનારૂં આ ઇન્દ્રિયાશ્રિત જ્ઞાનના પરોક્ષ રૂપે વર્ણન થવાના કારણે આ ચેકસ થઈ જાય છે કે ઈદ્રયાશ્રિત જ્ઞાનમાં જે પ્રત્યક્ષતા મનાય છે તે વ્યવહારની અપેક્ષાએ જ મનાય છે, પરમાર્થની અપેક્ષાએ નહીં.
વળી ઈદ્રિય અને મનનાં નિમિત્તથી થતું જ્ઞાન, મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનથી ભિન્ન ફરી બીજું કઈ જ્ઞાન માનવામાં આવે તે જ્ઞાન છ પ્રકારનું માનવું પડશે, પણ છ પ્રકારનું જ્ઞાન માનવું તે આગમવિરૂદ્ધનું ગણાશે, તેથી આ જ્ઞાન વસ્તુતઃ પરોક્ષજ્ઞાન જ છે, પ્રત્યક્ષ જ્ઞાન નથી.
શકા–લેકમાં તે એવી વાત જોવામાં આવે છે કે જે જ્ઞાન બહા ધૂમાદિક ચિહ્નોની સહાયતાથી થાય છે એજ પરોક્ષ છે. ઈન્દ્રિયજન્ય જ્ઞાનને પરોક્ષ મનાય, નહીં તે પછી આપ ઈન્દ્રિયજન્ય જ્ઞાનને પરમાર્થતઃ પક્ષ કેવી રીતે માને છે?
- ઉત્તરા—ઈન્દ્રિય અને મનનાં દ્વારા જે જ્ઞાન બાહ્યા ધૂમાદિક ચિહ્નોને નિમિત્ત કરીને ઉત્પન્ન થાય છે તે પરનાં નિમિત્તથી થનાર હોવાને કારણે એકાન્તરૂપથી પક્ષ મનાયું છે, કારણ કે આ જ્ઞાનમાં સાક્ષાત્કારણ ઈન્દ્રિયે પણ નથી અને આત્મા પણ નથી.
ધૂમાદિક બાહ્ય સાધન જ તેમાં સાક્ષાત્ કારણ છે. જે જ્ઞાનમાં ઈન્દ્રિય અને મન નિમિત્તરૂપ હોય છે તે જ્ઞાન ઇન્દ્રિયપ્રત્યક્ષ મનાયું છે, કારણ કે ઈન્દ્રિયપ્રત્યક્ષમાં ઈન્દ્રિયો જ સાક્ષાત્કારણ હોય છે. જો કે પરોક્ષ જ્ઞાનમાં પણ ઈન્દ્રિયો નિમિત્ત હોય છે પણ તેઓ પરંપરારૂપથી નિમિત્ત થાય છે, સાક્ષાતરૂપથી નહીં. ઈન્દ્રિય પ્રત્યક્ષમાં ઈન્દ્રિયે જ સાક્ષાત્કારણ હોય છે
શ્રી નન્દી સૂત્ર
૩૦