________________
તેથી તે ઈન્દ્રિયોનું પ્રત્યક્ષ મનાય છે. આત્માનું નહીં. આત્મા જ જે જ્ઞાનની ઉત્પત્તિમાં સાક્ષાત્કારણ હોય છે તે જ્ઞાન જ આત્માનું પ્રત્યક્ષ મનાયું છે, જેવાંકે અવધિજ્ઞાન આદિ. આત્માને પ્રત્યક્ષમાં આત્મા સિવાય અન્ય ઈન્દ્રિયાદિક સાક્ષાત્ કે પરંપરા રૂપથી પણ કારણ હોતાં નથી, કેવળ આત્મા જ સાક્ષાત્ કારણ હોય છે. આ રીતે બાહ્ય ધૂમાદિક ચિહ્ન જે જ્ઞાનમાં સાક્ષાત્કારણ હતાં નથી કેવળ ઈન્દ્રિયે જ સાક્ષાત્કારણ હોય છે તે ઇન્દ્રિયનું પ્રત્યક્ષ છે-ઈન્દ્રિયપ્રત્યક્ષ છે, આત્મપ્રત્યક્ષ નહીં. આત્માને માટે તે તે પરોક્ષ જ છે, કારણ કે અહીં પરનિમિત્તતા છે, આત્મનિમિત્તતા નથી. એટલે કે આત્માથી ભિન્ન જે ઈન્દ્રિયાદિક છે તે આત્માથી પર છે અને એજ પરરૂપ ઈન્દ્રિયેથી તે પ્રત્યક્ષ જ્ઞાન ઉત્પન્ન થયું છે, તેથી તે પરોક્ષ જ છે. જે રીતે અનુમાન જ્ઞાન બાહ્ય લિંગાદિકેથી થાય છે, અને તેથી તે પરોક્ષ મનાય છે. અહીં જે ઈન્દ્રિયેના સાક્ષાત્કારણ હેવાને કારણે થનારા જ્ઞાનને પ્રત્યક્ષ કહ્યું છે તે પરમાર્થતઃ નહીં પણ વ્યવહારની અપેક્ષાએ જ કહેવાયું છે, એમ માનવું જોઈએ, કારણ કે ઈન્દ્રિ અચેતન છે.
નોઇન્દ્રિય પ્રત્યક્ષ ભેદવર્ણનમ્
શકા–સ્પર્શન, રસના, ઘાણ, ચક્ષુ, અને શ્રેત્ર, આ પ્રમાણે ઈન્દ્રિયને ક્રમ છે અને એજ સમીચીન છે કારણ કે પૂર્વ પૂર્વ ઈન્દ્રિયેના લાભ થવાથી જ ઉત્તર, ઉત્તરની ઈન્દ્રિયોને લાભ થાય છે, તે પછી સૂત્રમાં આ પ્રકારને ક્રમ ન રાખતાં ઉલટા ક્રમથી ઉપન્યાસ કેમ કરા છે?
ઉત્તર–પૂર્વાનુમૂવી છે તથા પશ્ચાનુપૂર્વી પણ છે” આ ન્યાયને દશ વવા માટે સૂત્રકારે સૂત્રમાં આ વ્યુત્કમ (અવળા) રૂપથી ઉપન્યાસ કર્યો છે, એટલે કે પૂર્વાનુપૂવરૂપ તથા પશ્ચાનુપૂર્વીરૂપથી બે પ્રકારને કેમ થાય છે. બન્ને રીતે વર્ણન કરવામાં ક્રમને વિઘાત થતું નથી. ફરીએ કે સર્વે ઈન્દ્રિામાં શ્રોન્દ્રિય મુખ્ય છે, કારણ કે શ્રોત્રેન્દ્રિયનું જે પ્રત્યક્ષ હોય છે તે બીજી ઈન્દ્રિથી થનારાં પ્રત્યક્ષની અપેક્ષાએ વધારે સ્પષ્ટ હોય છે. શિષ્યજન વણ્યમાન વિષયને
શ્રોત્ર” ઈન્દ્રિય દ્વારા સાંભળીને જ તે વિષયને સારી રીતે જાણે છે. તેથી સ્પષ્ટ સંવેદનદ્વારા સુખપૂર્વક અવધની પ્રાપ્તિનો હેતુ હોવાથી અહીં સૂત્રમાં શ્રોત્રેન્દ્રિયાદિકને કમ રાખવામાં આવેલ છે. સૂ૦૪.
શ્રી નન્દી સૂત્ર
૩૧