________________ સ્તુપેન્દ્રદષ્ટાન્તઃ એકવીસમું સ્તૂપેન્દ્ર દષ્ટાંત-જ્યારે અજિતનાથ સ્વામીનું શાસન ચાલતું હતું ત્યારે તેમનાં વંશમાં સમર નામે એક રાજા થયો. તે વિશેષરૂપે દેવાની આરાધના કરતો હતો. તેણે દેવની સહાયતાથી દેશ, રાજય તથા કુળભવ આદિની રક્ષા માટે એક વિશાળ કીર્તિસ્થંભ બનાવરાવ્યું. તેમાં અનેક પ્રાણએને રહેવા માટે આશ્રય મળતો હતે. સમરના વંશમાં એક નવનીત નામને રાજા થયે જે ન્યાયનીતિથી રહિત હતા. તે વિશાળકીર્તિસ્તંભને જીર્ણશીર્ણ થયેલ જોઈને, તેણે પિતાના સેવકને તે પાડી નાખવાને આદેશ આપ્યો. એજ વખતે વિવિધ લબ્ધિ સંપન્ન સુસંયત નામના મુનિરાજ વિહાર કરતાં કરતાં ત્યાં પધાર્યા. જ્યારે તેમને આ કીર્તિસ્તંભને પાડી નાખવાનું છે એવી ખબર પડી ત્યારે નવનીત રાજા કે જે ત્યાં તેમને વંદણા કરવા આવ્યા હતા તેને કહ્યું, રાજન ! આ કીર્તિસ્તંભને પાડી નાખવાથી અનેક પ્રાણીઓને સંહાર થશે, દેવ, દેવપ્રકેપથી દેશમાં ઉપદ્રવ, રાજ્યમાં વિપ્લવ આદિ અનેક મુશ્કેલીઓ આવી પડશે. તે આપ તેને પડાવશે નહીં” આ પ્રકારની સુસંયત મુનિની પારિણામિકબુદ્ધિને પ્રભાવે તે વિશાળ કીર્તિસ્તંભને પાડવામાં આવ્યા નહીં. . 21 આ રીતે આ બધાં અશ્રુત નિશ્ચિત મતિજ્ઞાનનાં દષ્ટાંત પૂરાં થયાં છે છે નંદીસૂત્રને ગુજરાતી અનુવાદ સંપૂર્ણ શ્રી નન્દી સૂત્ર 343