________________
મણિદ્દષ્ટાન્તઃ
અઢારમું મળિ દષ્ટાંત–એક સર્ષ કે જેની ફેણમાં મણિ હવે તે દરરોજ વૃક્ષ પર ચડીને પક્ષીઓનાં બચ્ચાને ખાઈ જતો હતો. એક દિવસ એવું બન્યું કે તે સર્પ વૃક્ષ પરથી ચૂકવાથી નીચે પડી ગયો. તેને મણિ તે વૃક્ષના એક ખૂણે મૂકેલું હતું. તેથી તેને પ્રકાશ બીજી ડાળી પર ન પડવાથી તે જે પડશે. કે નીચે કૂવામાં જઈને પડયો અને મરી ગયો. કૂવાનું પાણી વૃક્ષની ડાળી પર પડેલા તે મણિનાં કિરણેની છાયાથી લાલરંગનું દેખાતું હતું. ત્યાં એક બાળક રમતે હતો. તેણે જેવું તે દશ્ય જોયું કે તેને ભારે આશ્ચર્ય થયું. પિતાની પાસે જઈને તેણે તે બધી વાત તેમને કહી. તે તરત જ ત્યાં આવ્યો અને બરાબર નિરીક્ષણ કર્યું. જ્યારે તેને મણિ વિષે ખાતરી થઈ ગઈ ત્યારે તેણે વૃક્ષ પર ચડીને તે મણિ લઈ લીધો. આ પ્રમાણે આ તેની પારિણામિક બુદ્ધિનું ઉદાહરણ થયું છે ૧૮
સર્પદષ્ટાન્તઃ
ઓગણીસમું સર્ષ દૃષ્ટાંત–ચંડકૌશિક નામે મહાવીર સ્વામીના અલૌકિક રક્તને ચાખીને જે જ્ઞાન પ્રાપ્ત કર્યું તે તેની પરિણામિક બુદ્ધિનું ફળ હતું ૧૯લા
ખગિદ્દષ્ટાન્તઃ
વીસમું દષ્ટાંત–કોઈ એક શ્રાવક યૌવનના મદમાં આવીને તેમાં આવેલ દાની આલોચના કર્યા વિના મરવાથી ગંડારૂપે ઉત્પન્ન થયો. તે એટલે બધે નિર્દય હતો કે વનમાં જે કંઈ મનુષ્ય આવતે તેને મારીને ખાઈ જતે. એક દિવસ તેણે માર્ગ પરથી જતાં મુખપર દેરી સહિતની મુહપત્તીવાળા અનેક મુનિને જોયા. તેમને જોતાં જ તે તેમના પર આક્રમણ કરવા માટે કુદ્યો પણ તેમના તપના પ્રભાવે તે તેમના પર આક્રમણ કરી શકે નહીં. આ લોકો પરનું મારું આક્રમણ શા કારણે નિષ્ફળ ગયું તેને વારંવાર વિચાર કરતાં તેને જાતિસમરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેથી તે અનશન કરીને માર્યો અને દેવલોકમાં ઉત્પન્ન થયે. આ પ્રમાણે આ તેની પરિણામિકબુદ્ધિનું દૃષ્ટાંત થયું ૨૦ |
શ્રી નન્દી સૂત્ર
૩૪૨