________________
હતે. એક વખત કેટલાક યુવાન સેવકોએ મળીને રાજાને કહ્યું, “મહારાજ! જીર્ણશીર્ણ શરીરવાળા તથા ધોળાં વાળવાળાં પુરુષોને આપ રાજ્યના કાર્યમાંથી છૂટા કરીને યુવાન સેવકોને રાખે, કારણ કે વૃદ્ધોથી કંઈ કામ થઈ શકતું નથી. યુવાને એવા હોય છે કે તે સમસ્ત કાર્યને સારી રીતે કરે છે, અને કરી શકે છે. તેમની એ વાત સાંભળીને રાજાએ એક દિવસ તેમની કસેટી કરવા માટે તેમને એવું પૂછ્યું કે કહે, કેઈ મારા મસ્તક પર લાત મારે તે તેને શે દંડ આપવું જોઈએ. રાજાની એ વાત સાંભળીને તે યુવાનોએ કહ્યું, “મહારાજ! તેમાં પૂછવાની વાત જ શી છે? એ તે સ્પષ્ટ છે કે એવી વ્યક્તિના તે રાઈ રાઈ જેવાં ટુકડા કરીને તેને મારી નાખવી જોઈએ.” તેમની આ વાત સાંભળીને તેમણે એજ વાત વૃદ્ધોને પૂછી ત્યારે તેમણે કહ્યું, “મહારાજ! વિચાર કરીને અમે તેને જવાબ આપશું” આ પ્રમાણે કહીને એકાન્તમાં જઈને તેઓ વિચાર કરવા લાગ્યા. વિચાર કરતાં કરતાં એ વાત તેમના સમજવામાં આવી ગઈ કે રાણીના સિવાય રાજાના મસ્તક પર લાત મારવાનું સામર્થ્ય કે હિંમત બીજા કેનામાં સંભવી શકે ? છતાં પણ તે વિશેષ સન્માનને એગ્ય મનાય છે. આ પ્રમાણે વિચાર કરીને તેઓ રાજા પાસે પાછાં ફર્યો અને તેમણે રાજાને કહ્યું, “મહારાજ! આપના શિર પર ચરણ પ્રહાર કરનાર વ્યક્તિ તે વિશેષ સત્કારને પાત્ર હોય છે. આ પ્રમાણે તેમના વચન સાંભળીને રાજા તેમને બુદ્ધિવૈભવ જોઈને ઘણે ખુશ થયે અને તેમને જ તેણે પિતાની સેવામાં રાખી લીધા. આ પ્રમાણે આ રાજા અને વૃદ્ધોની પારિણામિકી બુદ્ધિનું દષ્ટાંત છે ૧૬ .
આમરડવાન્તઃ
સત્તરમું આમંg-ત્રિનામઢ દષ્ટાંત-કઈ એક કુંભારે કઈ એક વ્યક્તિને માટે બનાવટી આંબળું દીધું. તે રૂપ અને રંગમાં સાચાં આંબળા જેવું જ હતું. પણ તેણે તેને સ્પર્શ કરતાં કઠણ લાગવાથી તથા તે તેની ઉત્પત્તિને સમય ન હોવાથી તેને સમજી જવામાં વાર ન લાગી કે તે સાચું આમળું નથી પણ બનાવટી છે. આ તેની પારિણામિકી બુદ્ધિનું ફળ હતું. ૧૭
શ્રી નન્દી સૂત્ર
૩૪૧