________________
પૂર્વક વધામણું આપો કે તેમને ત્યાં પુત્રને જન્મ થયે છે. દાસીના એવાં વચન સાંભળીને વિનીત શિષ્ય અવિનીત શિષ્યને કહ્યું, “સાંભળ્યું, દાસી શું કહી રહી છે?” અવનીત શિવે કહ્યું, “હા, જોયું અને સાંભળ્યું. ભાઈ! તમારી કલ્પના તદ્દન સાચી છે.” આ પ્રમાણે વાતો કરતાં કરતાં તે બન્નેએ તળાવને કાંઠે પિતાના હાથપગ ધેયા અને ત્યાં જ એક વડની નીચે છાંયડામાં વિશ્રામ લેવા લાગ્યા. એવામાં માથે પાણીને ઘડો લઈને જતી એક વૃદ્ધાએ તેમને જોયાં. સુખાકૃતિ આદિથી તેમને જતિષી માનીને પૂછવા લાગી, “હે આર્ય ! મારે પુત્ર પરદેશ ગયા છે. તો તે કયારે આવશે તે બતાવો.” આ પ્રશ્નની સાથે જ તે બિચારીને ઘડો માથા ઉપરથી નીચે પડયો અને ફુટી ગયે. અવિનીત શિષ્ય આ જોઈને તેને કહ્યું, “મા! આ ઘડાની જેમ તમારે પુત્ર નાશ પામ્યો છે એમ સમજી લે.” અવનીત શિષ્યની આ વાત સાંભળીને વિનીત શિષ્ય કહ્યું, “ના, ના એવું ન કહ, તેમને પુત્ર તો કયારનાય ઘેર આવી ગયા છે. મા ! તમે ઘેર જાઓ અને તમારા પુત્રના મુખના દર્શન કરો.” આ પ્રમાણે તે વિનીત શિષ્યના વચન સાંભળીને, તેને બુદ્ધિશાળી માનીને અનેક શુભ આશીર્વાદ દઈને તે પિતાને ઘેર પહોંચી. ત્યાં આવતાં જ તેણે પોતાના પ્રાણથી પણ પ્રિય પુત્રને જે. તે ઘણી ખુશ થઈ. પુત્રે પણ જેવી પિતાની માને છે કે તે તેમના ચરણે પડે. શુભાશીર્વાદ દઈને તે પુત્રને ભેટી પડી. તે માતાએ તે નૈમિત્તિકે જે કંઈ પિતાને કહ્યું હતું તેનાથી પિતાના પુત્રને સંપૂર્ણ રીતે વાકેફ કર્યો. પછી પિતાના પુત્રને પૂછીને તેણે તે જ્યોતિષીને માટે એક બેતી, એક દુપટ્ટો, તથા સેનામહોર વગેરે ઘણી કીમતી વસ્તુઓ ભેટ આપી. વિનીત શિષ્યની આ પ્રતિષ્ઠાથી પ્રભાવિત થઈને તે અવિનીત શિષ્ય પિતાના મનમાં વિચાર કર્યો, “મને ગુરૂએ સારી રીતે ભણાવ્યો નથી, આને જ સારી રીતે ભણાવ્યો છે, નહીં તો એવું કેમ બને કે તે જે વાત જાણી શકે તે હું ન જાણી શકું ?” - હવે તેમને જે કામે તે ગામમાં મેકલ્યા હતા તે કામ પૂરું થતાં તેઓ બને ત્યાંથી ગુરૂની પાસે પાછા ફર્યા. તેમાંના વિનીત શિષ્ય આવતાં જ ગુરુના દર્શનથી પિતાને ઘણે ભાગ્યશાળી માનીને બન્ને હાથ જોડીને તેમને પ્રણામ કર્યા. અને ઘણા માનપૂર્વક તેમનાં ચરણમાં મસ્તક નમાવીને વારંવાર તેમને ચરણસ્પર્શ કર્યો અને ગામમાંથી જે કંઈ મળ્યું હતું તે બધું તેમના ચરણ આગળ ધયું”. અવિનીત શિષ્ય એવું કંઈ ન કર્યું. દ્વેષથી ભરેલો એવો તે ગુરુની પાસે શૈલ સ્તંભ (પર્વતસ્તંભ) ની જેમ અકકડ જ ઉભો રહ્યો. ગુરુએ જ્યારે તેની એવી હાલત જોઈ ત્યારે કહ્યું, “તું આજે આમ કેમ ઉભે છે? આજે તું મને પ્રણામાદિ કેમ કરતું નથી ? તે સાંભળતા જ તેણે ગુરુને કહ્યું-“મહારાજ ! શા માટે કરૂં ? આપે જેને સારી રીતે વિદ્યામાં નિષ્ણાત બનાવ્યો છે તે આપના ચરણમાં પડે, મારાં ઉપર તો આપે એવી કોઈ કૃપા કરી નથી” અવિનીત
શ્રી નન્દી સૂત્ર
૩૧૭