________________
નિમિત્તદષ્ટાન્તઃ
કોઈ એક નગરમાં કેઈ સિદ્ધપુત્ર પોતાના બે શિષ્યને નિમિત્તશાસ્ત્ર ભણાવતાં હતાં. તેમાં એક શિષ્ય ઘણે જ વિનયી હતું. તે ગુરુના ઉપદેશનું ઘણું સન્માન કરતો હતો અને તેને માનતો હતો. તેમાં તેને કઈ બાબતમાં સંશય થતો તો તેનું નિવારણ કરવા માટે તે વિનયપૂર્વક ગુરુની પાસે જઈને પૂછતો હતો. આ પ્રમાણે તે વિનય વિવેકપૂર્વક શાસ્ત્રને અભ્યાસ કરીને તીવ્ર બુદ્ધિવાળે બની ગયો. બીજે શિષ્ય એ ન હતો. તે વિનયાદિ ગુણોથી રહિત હતો. તેથી તેને માત્ર શબ્દજ્ઞાન જ પ્રાપ્ત થયું વધારે કંઈ નહીં.
એક દિવસ તે બને શિષ્યો ગુરૂની આજ્ઞાથી પાસેના ગામમાં ગયાં. રસ્તામાં તેમણે કેઈમેટાં પ્રાણીના પગલાં જોયાં. વિનીત શિષ્ય તે અવિનીત શિષ્યને પૂછયું, “ભાઈ! આ કેનાં પગલાં છે?” તરત જ અવિનીત શિષ્ય કહ્યું, “ આમાં પૂછવા જેવું શું છે ? આ હાથીનાં પગલાં છે, તે શું તું સમજી શકતો નથી ?” વિનીત શિષ્ય કહ્યું, “હા સમજી તે શકું છું કે આ હાથીના પગલાં નથી પણ હાથણુનાં પગલાં છે. વળી જુવે, આ હાથણી ડાબી આંખે કાણી છે. તેની ઉપર કઈ મહાકુલીન સગર્ભા સ્ત્રી બેઠેલ છે, જેને આજકાલમાં પ્રસવ થવાને છે. તેને પુત્રને પ્રસવ થવાનો છે. આ પ્રમાણે વિનીત શિષ્યનું કથન સાંભળીને અવિનીત શિષ્ય કહ્યું, આ બધું તમે કેવી રીતે જાણ્યું. વિનીત શિષ્ય કહ્યું, કયા પ્રકારની સાધન સામગ્રીથી તે પછી બતાવીશ.” આ પ્રમાણે વાતચીત કરતાં કરતાં તે બન્ને જે ગામ જવાનું હતું તે તરફ ચાલ્યા. જતાં જતાં ગામની બહાર તેમણે જોયું કે એક મેટાં તળાવને કાંઠે એક માટે તંબૂ તાણેલે છે. તેમાં એક રાણી ઉતરી છે. પાસે તંબૂની એક તરફ ડાબી આંખે કાણી એક હાથણી પણ બાંધેલી છે. એજ વખતે તેમણે એ પણ સાંભળ્યું કે એક દાસી મહાવતને કહેતી હતી કે જાઓ અને, રાજાને જય જય શ૦૬
શ્રી નન્દી સૂત્ર
૩૧૬