________________
ઈચ્છામહદ્દષ્ટાન્તઃ
છવીસમું ઈચ્છમહત્ દષ્ટાંતકેઈ એક શેઠનું મૃત્યુ થતાં તેમની પત્નીએ જ્યારે પતિએ વ્યાજે ધીરેલ લેણું વસૂલ થવા ન માંડ્યું ત્યારે પિતાના પતિના મિત્રને કહ્યું, “વ્યાજે આપેલ નાણાની ઉઘરાણી પડતી નથી. તે આપ કૃપા કરીને તે દેણદારો પાસેથી તે નાણાં વસૂલ કરી દો” મિત્રે જવાબ આપ્યો, “જે પતેલી ઉઘરારાણીમાંથી મને હિસ્સો આપ તે લેકને ઉછીના આપેલ નાણાની હું વસૂલત કરી શકું તેમ છું. ” મિત્રની આ વાત સાંભળીને શેઠાણીએ કહ્યું “ઠીક, આપ જેમ કહેશો તેમ હું કરીશ. શેઠાણીની આ વાત સાથે સહમત થઈને શેઠના મિત્રે શેઠની ઉઘરાણી પતાવવાનું કામ શરૂ કર્યું. ઉઘરાણીની જે રકમ આવતી તેમાંથી તે મિત્ર શેઠાણીને માટે ઘણું ઓછું આપવાની ભાવનાથી તેમને ઘણી થોડી રકમ આપતે આ કારણે શેઠાણી તેના પર નારાજ રહેવા લાગી. છેવટે તે બન્નેની આ તકરાર રાજાની કચેરીમાં પહોંચી ત્યારે ત્યાં ન્યાયાધીશે પિતાની બુદ્ધિ ચલાવીને તે દ્રવ્યના બે વિભાગ કર્યા. એક વિભાગમાં અપાર ધનરાશિ મૂકી અને બીજામાં ડું જ ધન મૂક્યું. પછી તેમણે શેઠના મિત્રને કહ્યું, “આ બે માંથી તમે કયો વિભાગ લેવા માગે છે. ત્યારે તેણે તુરત જ કહ્યું, “ મહારાજ આ અપાર ધનરાશિવાળ વિભાગ.” તે સાંભળતા જ ન્યાયાધીશે પિતાના મનમાં વિચાર કરીને તથા સમજીને તેને કહ્યું, “ના આ વિભાગ તે શેઠાણીને છે, તમારે નથી; તમારે તે આ બીજો વિભાગ છે પરદા
છે આ છવીસમું ઈચ્છમહત્ દષ્ટાંત સમાપ્ત . ૨૬
શ્રી નન્દી સૂત્ર
૩૧૪