________________
અર્થશાસ્ત્રષ્ટાન્તઃ
પચીસમું અર્થશાસ્ત્રદષ્ટાંતએક શેઠને બે પત્નીઓ હતી. તેમાં એક પુત્ર હતો બીજી નિઃસંતાન હતી. જેને પુત્ર ન હતો તે પણ શકયના બાળકનું સારી રીતે લાલન પાલન કરતી હતી. તેથી તે બાળકના ધ્યાનમાં એ વાત કદી આવી ન હતી કે આ મારી માતા નથી. એક દિવસ શેઠને મનમાં એવો વિચાર આવ્યો કે કઈ પરદેશમાં જઈને પિતાને વ્યવસાય ચલાવ, તેથી વ્યવસાયને નિમિત્તે ફરતે ફરતો તે હસ્તિનાપુર આવ્યું. ભાગ્યવશાત ત્યાં તેનું મૃત્યુ થયું. હવે તેની બને પત્નીઓ વચ્ચે તેની મિલકત મેળવવા માટે ઝઘડે ઉભે થયે. અને તે બાળકની બાબતમાં પણ ઝગડે પડે. એકે કહ્યું “આ મારે પુત્ર છે, માટે ઘરની માલિક હું છું. ” બીજીએ કહ્યું, “ના ઘરની માલિક હું જ છું કારણ કે આ પુત્ર મારે છે.” આ પ્રમાણે તેમની વચ્ચે વધેલા વિવાદને જ્યારે પરસ્પરમાં કઈ ઉકેલ ન આવ્યું ત્યારે તેઓ ન્યાય મેળવવા માટે રાજદરબારે પહોંચી. ત્યાં રાજાની રાણી મંગળાદેવીને જ્યારે તેમના વિવાદની ખબર પડી ત્યારે તેમણે પોતાની બુદ્ધિથી ઉપાય શોધી કાઢયો, અને તે અને સ્ત્રીઓને પોતાની પાસે બોલાવીને કહ્યું. “તમે બન્ને અહીં જ રહો, ઝગડે કરશે મા, જુ, મારે ત્યાં કેટલાક દિવસો પછી પુત્ર જન્મશે. તે જ્યારે મેટે થશે ત્યારે આ અશોકવૃક્ષ નીચે બેસીને તમારે બન્નેને ન્યાય કરશે, તો જ્યાં સુધી તમારે ન્યાય ન થાય ત્યાં સુધી તમારા આ બાળક મારી પાસે જ રહશે, ન્યાય મળતાં આ બાળક જેને સાબીત થશે તેને જ સેંપી દેવાશે રાણી મંગલાવતી દેવીની આ પ્રકારની વાત સાંભળીને તે અપુત્રવતી સ્ત્રી ઘણી ખુશ થઈ અને તેણે રાણીની વાત મંજૂર કરી. તેના દ્વારા પિતાની વાતને સ્વીકાર થતાં જ રાણી સમજી ગઈ કે આ બાળક તેને નથી. બીજી સ્ત્રીએ રાણીની વાત સ્વીકારી નહીં. જેણે રાણીની વાત સ્વીકારી નહીં તેને જ તે બાળક છે એમ સમજીને રાણીએ તે બાળક તેને સે, અને તેને જ ઘરની માલિક જાહેર કરી. આ પ્રમાણે તે બન્નેના અર્થ (દ્રવ્ય) માટેના ઝગડાને અંત આવ્યું. મેં ૨૫
છે આ પચીસમું અર્થશાસ્ત્રદૃષ્ટાંત સમાસ | ૨૫ છે
શ્રી નન્દી સૂત્ર
૩૧૩