________________
કર્યો કે કલાચાચે અમારા બાળક પાસેથી ઘણું ધન લીધું છે તો હવે તેને મહેનતાણું આપવાની શી આવશ્યકતા છે? તથા તેની પાસે અમારાં બાળકે. દ્વારા જે ધન પહોંચ્યું છે તે પણ પડાવી લેવું જોઈએ. શેઠને આ વિચાર
ત્યારે કોઈ પણ રીતે કલાચા જાણી લીધું ત્યારે તેણે પોતાની બુદ્ધિથી તેને ઉપાય શોધી કાઢયે તે વિચાર આ પ્રમાણે હત–તેણે બીજા ગામમાં રહેતા પિતાના ભાઈઓને બોલાવ્યા અને કહ્યું, “જુ, અમુક રાત્રે હું નદીમાં સૂકાં છાણું નાખીશ, તો તમે તે બધાને લઈ લેજે” આ પ્રમાણેના પિતાના વિચાર સાથે તેમને સમ્મત કરીને કળાચાયે છાણનાં પિંડેમાં દ્રવ્ય ભરીને તે પિંડેને તડકામાં સૂકવવા માંડ્યા. પછી તે બાળકોને કહેવા લાગ્યો, “અમારા કુટુંબમાં એવો રિવાજ ચાલ્યો આવે છે કે અમારા કુટુંબના લોકે અમુક પર્વને દિવસે નદીમાં સ્નાન કરીને મંત્ર જપતા જપતા ગાયના છાણનાં પિંડોને નદીમાં ફેકે છે. તેથી હું પણ તે પ્રમાણે કરીશ.” કલાચાર્યની તે વાત સાંભળીને બાળકેએ કહ્યું, “ઘણું સરસ વાત છે, મહારાજ !” ત્યાર બાદ તે કળાચાર્ય તે બાળકને સાથે લઈને રાત્રે નદીએ પહોંચ્યા, અને સ્નાન કરીને તે સૂકાં છાણ ને મંત્ર જપતા જપતા નદીમાં ફેંકવા લાગ્યા. તે છાણને પૂર્વ સંકેત પ્રમાણે નદીમાંથી તેના ભાઈઓએ ફેંકતા જ ઉપાડવા માંડયાં. આ રીતે એ બધાં છાણાં જ્યારે તેના ભાઈ એના હાથમાં પહોંચ્યાં ત્યારે તે નિશ્ચિત થઈને તે બાળકે સાથે પોતાને સ્થાને પાછા ફર્યા.
કેટલાક દિવસ બાદ બાળકે તથા શેઠને પૂછીને તે કળાચાર્ય દેહની રક્ષા માટે જરૂરી એટલાં જ વસે લઈ ને પિતાના ગામ તરફ ઉપડવા તૈયાર થયા. શેઠેએ જ્યારે તે જોયું કે તેમની પાસે વસ્ત્રો સિવાઈ કંઈ પણ નથી. ત્યારે તેઓ તેને મારવાના વિચારથી રહિત થઈ ગયા, અને “આણે અમારું કંઈ પણ લીધું નથી” એમ સમજીને તે બધાએ તે તે કળાચાર્યને ખુશીથી ઘેર જવાની રજા આપી. આ રીતે કળાચાચે પિતાની તથા દ્રવ્યની રક્ષા કરી ૨૪
છે આ ચોવીસમું શિક્ષાદષ્ટાંત સમાપ્ત . ૨૪ છે
શ્રી નન્દી સૂત્ર
૩૧૨