________________
આ પ્રમાણે કરતાં જોઈને સરળ હદયવાળા મિત્રે કહ્યું, “ભાઈ ! જ, તેઓ તમારા પર કે પુત્રના જે પ્રેમ પ્રગટ કરે છે?” પુત્રના પિતાએ કહ્યું, “મિત્ર! શું માણસ પણ ક્ષણવારમાં વાનર બની શકતું હશે?” તે સાંભળતા જ સરળહૃદયવાળા મિત્રે કહ્યું, “ભાઈ! જો આપણુ દુર્ભાગ્યે ખજાને અંગાર રૂપ (કેયલારૂપ) બની શકે તે તમારા પુત્રે પણ દુર્ભાગ્ય વશ વાનરે બની શકે છે. તેમાં કહેવા કે સાંભળવા જેવી વાત જ શી હોઈ શકે ?” મિત્રની આવી અનેખી વાત સાંભળીને તેણે વિચાર કર્યો, “ચક્કસ મારું કપટ આ જાણું ગમે છે-તેને ખબર પડી ગઈ છે કે ખજાને મેં જ લઈ લીધું છે. હવે જે આ બાબતમાં હું રડું કે માથુંકુટું, કે કઈને કઈ કહું તે આ વાતની ખબર રાજાને કાને પણ પહોંચી જાય. આ પરિસ્થિતિમાં હું ભારે મુશ્કેલીમાં મૂકાઈ જઈશ. રાજા દ્વારા મને ઘરમાંથી બહાર પણ કાઢી મૂકાય અને મારા ઘરમાંનું બધું નષ્ટ પણ કરી શકાય. પુત્ર પણ મળે નહીં. તેથી મારું ભલું એમાં જ રહેલું છે કે જે કંઈ બન્યું છે તે સત્ય રીતે આ મારા મિત્ર આગળ જાહેર કરું.” એવો વિચાર કરીને પ્રજાના બાબતમાં જે કંઈ બન્યું હતું તે મિત્ર પાસે જાહેર કર્યું અને તેની ક્ષમા માગી. ત્યાર બાદ સરળહૃદયી મિત્રે તેની પાસેથી ખજાનાને પિતાને અર્ધો હિસ્સો મેળવીને તેના અને પુત્ર તેન સેપ્યા. ૨૩
છે આ તેવીસમું ચેટકનિધાનદષ્ટાન સમાપ્ત . ૨૩
શિક્ષાદુષ્ટાન્તઃ
ચોવીસમું શિક્ષાદષ્ટાંતઆ દષ્ટાંત ધનુર્વિદ્યાના વિષયમાં છે, જે આ પ્રમાણે છે
એક ધનુર્વેદ વિદ્યાવિશારદ મનુષ્ય અહીં-તહીં ફરતા ફરતે કોઈ એક નગરમાં આવી પહેચ્ચે. ત્યાંના એક ધનિકે પિતાના બાળકને ધનુર્વિદ્યામાં નિપુણ કરવાને માટે તેને સોંપ્યા. બીજા ધનિકનાં બાળકે પણ ધનુર્વિદ્યા શીખવા માટે તેની પાસે આવવા લાગ્યાં. ગુરુ ભક્તિથી પ્રેરાઈને તે બાળકેએ તેને ઘણું ધન આપ્યું. જ્યારે શેઠને તે વાતની ખબર પડી ત્યારે તેમણે વિચાર
શ્રી નન્દી સૂત્ર
૩૧૧