________________
નિહાળવા લાગ્યું. તે સરળહૃદયી મિત્રે તેને બનાવટી વાતો સાંભળીને પિતાની બુદ્ધિથી સમજી લીધું કે “આ કપટી છે.” એમ સમજીને પણ ત્યારે તેણે તેને કંઈ પણ કહ્યું નહીં, પણ પિતાના મનમાં સમજી લીધું કે આ બધી કરામત ભાગ્યની નથી પણ આ કપટી મિત્રની જ છે. પિતાને મનભાવને છૂપાવીને તેણે મિત્રને કહ્યું, “મિત્ર! ચિન્તા ન કરો, આપણું નસીબ જ ખરાબ છે; ચાલે હવે ઘેર જઈએ. આ પ્રમાણે પરસ્પરમાં વિચાર કરતાં કરતાં તેઓ બને ઘેર આવ્યાં. કેટલાક દિવસ પછી તે નિષ્કપટી મિત્રે તે કપટી મિત્રની એક માટીની મૂર્તિ બનાવવા માંડી. જ્યારે તે પૂરે પૂરી બની ગઈ ત્યારે તેણે તેની ગેદ, હાથ, મસ્તક, ખભા અને બીજી જગ્યાઓ પર પણ ફળ વગેરે મૂકવા માંડયાં. બે પાળેલા વાનરાઓને પણ તે કેઈ સ્થળેથી લઈ આવ્યો. તે વાનરોએ જ્યારે તે મૂર્તિનાં અંગ ઉપાંગ પર મૂકેલ ફળાદિ જયાં ત્યારે તેઓ
ત્યાં આવીને તેને ખાવા લાગ્યાં. આ પ્રમાણે કરતાં કરતાં તે વાનરને એવી ટેવ પડી ગઈ કે જે તે તેના પર ફળાદિક મૂકતે કે તેઓ આવી આવીને તેમને ત્યાંથી ઉઠાવી ઉઠાવીને ખાવા મંડી જતા. આ પ્રમાણે વાનરા અને તે પરસ્પરમાં ખૂબ હળીમળી ગયાં.
એક દિવસની વાત છે. કેઈ પર્વને દિવસ હતો. તે દિવસે સરળ હદયી મિત્રે કપટી મિત્રનાં બે બાળકને પોતાને ઘેર આમંત્રણ આપ્યું. ઘણા ભાવથી બને બાળકોને જમાડીને છેવટે તેણે તેમને કેઈ સુરક્ષિત ગુપ્ત જગ્યાએ સંતાડી દીધાં. જ્યારે તે બન્ને બાળકે પિતાને ઘેર પહોંચ્યા નહીં ત્યારે તેમના પિતાએ મિત્રને ઘેર આવીને પૂછયું, “ભાઈ તે બન્ને બાળકો કયાં છે?” મિત્રે કહ્યું “ભાઈ! શું વાત કરૂં, ભારે દુઃખની વાત છે કે તે બનને બાળકો વાનરા બની ગયાં છે” આ સાંભળતાં જ તે તેના ઘરમાં ઘૂસ્યો ત્યારે તેણે તે પાળેલા બને વાનરને બંધનથી મુક્ત કર્યો. છૂટતાં જ કિલકિલાટ કરતાં તેઓ તેના અંગે ઉપર આવીને ચાટી ગયા અને તેનું શરીર ચાટવા લાગ્યા. વાનરોને
શ્રી નન્દી સૂત્ર
૩૧૦