________________
સરષ્ટાન્તઃ
છઠ્ઠું સઢ દૃષ્ટાંત–
કાઈ પુરુષ ઝાડે કરવા માટે જંગલમાં ગયા. ત્યાં કાઈ સ્થાને તે ડૉ કરવા માટે બેઠા. તે જ્યાં બેઠા હતા તેની જ પાસે કાચીંડાનું એક દર હતું, જે તેણે જોયું ન હતું. ત્યારે ઘરમાં પ્રવેશ કરતા કાચીંડાની પૂંછડીના તેની ગુદાના ભાગે સ્પર્શ થઈ ગયા. કાચીંડાની પૂંછડીના સ્પર્શ થતાં તે પુરુષના મનમાં એવા સદેહ થયા કે તે કાચીંડા ગુદા માર્ગે મારા ઉદરમાં પેસી ગયા છે. આ સ ંદેહવાળા તે પુરુષ પોતાને ઘેર ગયા, પણ “મારા પેટમાં કાચીડા પેસી ગયા છે ” આ ચિન્તાને લીધે તે રાગીની જેમ દિવસે દિવસે દુખળા પડવા લાગ્યા. તેણે ઘણા પ્રકારની ચિકિત્સા કરાવી પણ તે બધી નિષ્ફળ ગઈ. એક દિવસ એક વૈદે તેની સારી રીતે પરીક્ષા કરીને પાતાની તર્કશક્તિથી તેના રાગનુ નિદાન જાણી લીધું, અને તેની એ વાત સ્પષ્ટ રીતે સમજાઈ ગઈ કે તેને કોઈ રાગ જ નથી, માત્ર રોગના ભ્રમ જ છે. પછી તે વદે તેને કહ્યું, ‘હું તમારો રાગ મટાડીશ, પણ તમારે મને સે રૂપીયા આપવા પડશે.' તેણે વૈદ્યની વાતના સ્વીકાર કર્યાં. ત્યારે વૈદ્દે તેને જીલાખ આપ્યા, અને એક માટીના ઠામને રાખથી ભરીને તેમાં એક મરેલા કાચીંડા મૂકીને તેને કહ્યું કે તમારે આ માટીના વાસણમાં જ ઝાડે જવું તે પુરુષે તે પ્રમાણે જ કર્યું. ત્યારે તે વૈદે તે પુરુષને તે પાત્રમાં મરેલા કાચીંડા બતાવીને કહ્યુ, “ જીવા, તમારા પેટમાંથી આ કાચીંડા નીકળ્યા છે. તે મરેલા કાચીં'ડાને જોઇને તેની આશંકાનું નિવારણ થઈ ગયું. અને તે ઘણી ઝડપથી નીરોગી બન્યા.
। આ છઠ્ઠું સરટ દૃષ્ટાંત સમાસ ॥ ૬॥
શ્રી નન્દી સૂત્ર
૨૯૪