________________
કાકદ્દષ્ટાન્તઃ
સાતમું જાર દષ્ટાંતવેન્નાતટ નામે નગર હતું. ત્યાં રિપુમર્દન નામને રાજા હતા. તેને ધીર. મતિ નામનો એક મંત્રી હતા. એક દિવસ ધીરમતિની પરીક્ષા કરવાને માટે તેને પૂછયું, “આ ગામમાં કેટલા કાગડા રહે છે?” તે સાંભળતા જ તેણે જવાબ આપે, “મહારાજ ! આ ગામમાં સાઠ હજાર કાગડા રહે છે , મંત્રીની આ વાત સાંભળીને રાજાએ કહ્યું કે “જે તમારી વાત સાચી ન પડે તો કેટલે દંડ ભરશે?” તે સાંભળતા જ મંત્રીએ જવાબ આપે “મહારાજ ! દંડની વાત જ
ક્યાં છે? મેં કહ્યા તેટલા જ તે તો છે, પણ છતાં મેં કહેલ સંખ્યા કરતાં તેમની સંખ્યા કદાચ વધારે થાય છે એમ સમજવું કે બહારથી કેટલાક કાગડા આ કાગડાઓને ત્યાં મહેમાન તરીકે આવ્યા છે, અને કદાચ તે સંખ્યા ઓછી થાય છે તેમ સમજી લેવું પડે કે તેમનામાંથી કેટલાક કાગડા બીજે ગામ મહેમાન થઈને ગયા છે.” મંત્રીનાં આ પ્રકારના વચન સાંભળીને રાજા ઘણે ખુશી થશે.
છે આ સાતમું કાકદષ્ટાંત સમાપ્ત . ૭૫
ઉચ્ચારષ્ટાન્તઃ
આઠમું ઉચ્ચારદષ્ટાંત કેઇ એક નગરમાં કઈ એક બ્રાહ્મણ રહેતે હતો. એક દિવસ તે પોતાની પત્નીની સાથે બીજે દેશ જવા નીકળ્યા. ચાલતાં ચાલતાં માર્ગમાં
શ્રી નન્દી સૂત્ર
૨૯૫