________________
પક્ષાન્તઃ
પાંચમુ. વન્દ્વાંત
એક સમયની વાત છે. કોઇ એ પુરુષ કેાઈ જળાશયમાં એકી સાથે સ્નાન કરવાને માટે ઉતર્યો. એકની પાસે ગરમ કપડાં હતાં અને બીજાની પાસે સૂતરાઉ કપડાં હતાં. જેની પાસે ગરમ કપડાં હતાં તે જ્યારે જળાશયમાંથી સ્નાન કરીને બહાર નીકળ્યા ત્યારે તેણે બીજા માણસના સૂતરાઉ કપડાં ઉપાડી લઈને ચાલતા થયા. બીજા માણસે જ્યારે આ જોયું ત્યારે તેને માટા અવાજે કહ્યું “ ભાઈ ! તમારાં ગરમ કપડાં તા અહી' પડચાં છે. મારાં સૂતરાઉ કપડાં તમે લઇ જાઓ છે તે મને તે આપી દે છ પણ તેણે તેની તે વાત સાંભળી જ નહીં અને તે આગળ ચાલ્યા ગયા. તે પણ નાહીધોઇને તેની પાછળ પડયા; અને તેની સાથે થઇ ગયા. બન્ને વચ્ચે ચર્ચા થવા લાગી. વાત એટલે સુધી આગળ વધી કે તે બન્નેને ન્યાય કરાવવા માટે રાજસભામાં જવું પડયું. ન્યાયાધીશે તે બન્નેની વાત સાંભળીને પેાતાના બુદ્ધિબળથી તેના નિકાલ કર્યાં. તેમણે કચેરીના એક સિપાઈ ને આજ્ઞા કરી કે તુ આ બન્ને માણુસના વાળને કાંસકી વડે આળ. તેણે તે પ્રમાણે જ કર્યું. તેથી જેનાં ગરમ વસ્ત્રો હતાં તેના વાળમાંથી ઉનના રેસા નીકળ્યાં. તેથી તે વાત સમજતા વાર ન લાગી કે તે ગરમ વસ્ત્રોના માલિક છે, સૂતરાઉના નહી'. આ પ્રમાણે ન્યાયાધીશ દ્વારા પેાતાનાં સૂતરાઉ કપડાં મેળવીને તે ચાલ્યા ગયા. ॥ ૫ ॥
! આ પાંચમુ પઢ દૃષ્ટાંત સામાસ ૫ ૫ ૫
શ્રી નન્દી સૂત્ર
૨૯૩