________________
ઉપર નાખ્યું, છાણમાં તે વીંટી ચાટી ગઈ. ત્યાર બાદ તેણે તે છાણ ઉપર સૂકું ઘાસ નાખીને કઈ પણ રીતે ત્યાં અગ્નિ સળગાવ્યું. આ રીતે છાણ સૂકાઈ જતાં બીજા કુવામાંથી પાણી લાવીને તે કુવાને પાણીથી ભરી દીધે. એટલું પાણી ભર્યું કે તે કુએ કાંઠા સુધી ભરાઈ ગયા. વીંટી વાળું તે સૂકુ છાણ પણ પાણી પર તરવા લાગ્યું. અભયકુમારે કુવા પર ઉભા રહીને જ પોતાના હાથે તે ઉપાડી લીધું. આ રીતે જ્યારે તેની પાસે રાજાની વીંટી આવી ત્યારે લોકોએ તે જોઈને આનંદસૂચક ધ્વનિ કર્યો. રાજાને રાજપુરુષોએ જઈને સમાચાર સંભળાવ્યા ત્યારે તેણે પ્રસન્ન થઈને બાલક અભયકુમારને પિતાની પાસે બોલાવ્યા રાજપુરુષોએ આવીને અભયકુમારને કહ્યું કે “આપને રાજા સાહેબ બોલાવે છે.” અભયકુમાર તેમની સાથે વીંટી લઈને રાજાની પાસે ગયો, અને તે વીંટી ઘણા આનંદ સાથે રાજાને આપી. રાજાએ ખુશી થઈને તેને પૂછયું. “તમે કેણ છે ?” અભયકુમારે કહ્યું, “આપ જાતે જ તેની તપાસ કરો.” રાજાએ તેનાં લક્ષણ આદિ જોઈને એ નિર્ણય કર્યો કે આ કુમાર મારે પિતાને જ પુત્ર છે. રાજાએ પહેલાંની બધી વાતે તેને પૂછી તે તેણે પિતાની પહેલાંની બધી વાતે બતાવી દીધી. આ પ્રમાણે અભયકુમારનાં વચન સાંભળીને રાજા ઘણે સંતોષ પામે. તેણે કહ્યું, “બેટા ! તારી માતા કયાં છે?” અભયકુમારે કહ્યું, “આ નગરની બહાર આવેલ બગીચામાં છે.” તે સાંભળતા જ રાજા સપરિવાર તેની પાસે ગયા. તેમના ત્યાં પહોંચતાં પહેલાં જ અભયકુમાર તેની માતાને બધા સમાચાર આપતો હતે એવામાં રાજા સપરિવાર ત્યાં આવી પહોંચ્યા પતિને આવેલ જેઈને નંદાએ તેમને ચરણે પડીને નમન કર્યું, રાજાએ આભૂષણે આદિ આપીને તેનું ઘણું જ સ્વાગત કર્યું. પછી મોટા ઠાઠ માઠથી પુત્ર સહિત તેને નગરમાં પ્રવેશ કરાવવામાં આવ્યો. રાજા અભયકુમારને પ્રધાન પદ આપીને ઘણું હષ તથા ઉત્સાહપૂર્વક પિતાને સમય વ્યતીત કરવા લાગ્યો.
છે આ ચોથું ક્ષુલ્લકદૃષ્ટાંત સમાપ્ત . ૪
શ્રી નન્દી સૂત્ર
૨૯૨