________________
નહી. તા પણ આપની આજ્ઞા અમે માથે ચડાવીએ છીએ. તે અમારી આપને એ વિનતિ છે કે આપનું આ રાજકુળ ઘણાં જ પ્રાચીન સમયથી ચાલ્યું આવે છે. તેમાં તે તે સમયની પુરાણી, રેતીમાંથી બનાવેલાં કેટલાંક દોરડાં હશે જ. તે જે દોરડુ' મનાવવાના આપે અમને આદેશ આપ્યા છે, તે દારડું, કયાં દોરડા પ્રમાણે બનાવવુ તે અમને સમજાવવામાં આવે એવી અમારી વિનતિ છે. તે દયા કરીને આપ પુરાણા દોરડાંઓમાંથી કેટલાંક દેરડાંના નમૂનાઓ અમને માકલા તે અમે તે નમૂના પ્રમાણે નવીન રેતીનાં દોરડાં બનાવીને આપની સેવામાં મેાકલી આપશુ.’’ રાહકની આ પ્રકારની સલાહુ માનીને તે ગ્રામવાસીઓએ રાજાની પાસે જઈ ને એજ પ્રમાણે કહ્યું. રાજા તેમનાં તે પ્રકારનાં વચન સાંભળીને ઘણા પ્રસન્ન થયેા.
। આ પાંચમુ` રેતીનું દૃષ્ટાંત સમાસ ॥ ૫ ॥
હસ્તિષ્ટાન્તઃ
છઠ્ઠું" હાથીનું દૃષ્ટાંત
એક દિવસની વાત છે. રાજાએ તે ગામવાસીઓ પાસે એક એવા હાથી મેકલ્યા કે જેને મૃત્યુસમય ખિલકુલ નજદીક હતા, અને એમ કહેવરાવ્યું કે, “ આ હાથી મરી ગયા છે” એ રૂપે એવા સમાચાર મારી પાસે આવવા જોઈએ નહીં, તથા હાથીની સ્થિતિ કેવી રહે છે તે સમાચાર દરાજ મને મળવા જોઇએ. આ કાર્યમાં સહેજ પણ પ્રમાદ કે ખામી રહેશે તેા તે માટે તમને આકરી સજા થશે.” આ પ્રકારની રાજાની આજ્ઞા સાંભળીને તે ગામના બધા લેાકા ચિન્તાથી આકુળવ્યાકુળ થઈને રાહકની પાસે આવ્યા અને તેને “ રાજાની આ પ્રમાણે આજ્ઞા થઈ છે” તે બધા સમાચાર કહ્યા. રાહકે કહ્યું, “ ગભરાશે નહીં, હું તેના ઉપાય કહુ છુ. આ હાથીને દરરોજ ઘાસ તે નાખતા રહેા ત્યાર બાદ શું થાય છે તે જોઇ લેવાશે ’' તેણે બતાવેલે તે ઉપાય સાંભળીને તેમણે તે પ્રમાણે જ કર્યું. દરરોજ તેને ઘાસ આદિ ખાવા આપ્યુ, તે પણુ હાથીની સ્થિતિ અગડતી જ ગઇ અને તે તેજ રાત્રે મરી ગયા. તેમણે રાહુની
શ્રી નન્દી સૂત્ર
૨૭૮