________________
પાસે જઈને આ સમાચાર તેને આપ્યા ત્યારે તેણે તેમને કહ્યું કે તમે બધા રાજાની પાસે જઈને આ પ્રમાણે કહે “દેવ! આજે હાથી ઉઠતે નથી, બેસતો નથી, ખાતો નથી, પોતે નથી, મળમૂત્રને ત્યાગ પણ કરતા નથી, તેની ઉછું વાસ નિ:શ્વાસની ક્રિયા પણ બંધ પડી ગઈ છે, વધુ શું કહીએ સચેતન પ્રાણીની જે ચેષ્ટા હોય છે એવી કઈ પણ ચેષ્ટા તે કરતો નથી.” ગામવાસીઓએ રાજાની પાસે જઈને એ પ્રમાણે જ કહ્યું, તે તેમની વાત સાંભળીને રાજાએ કહ્યું, “તે શું હાથી મરી ગયો છે?” રાજાની એવી વાત સાંભળીને તે ગામ વાસીઓએ કહ્યું, “મહારાજ ! આપ જ એવું કહે છે, અમે તે એવું કંઈ કહેતા નથી » ગામવાસીઓની એ વાત સાંભળીને રાજા ચૂપ થઈ ગયા અને ઘણે પ્રસન્ન થયે. તે બધા રાજી થતા પિતાને ઘેર પાછા ફર્યા.
છે આ છઠું હાથીનું દષ્ટાંત સમાસ ૬ .
અગડદષ્ટાન્તઃ
સાતમું બહુ દષ્ટાંત ( કૂવાનું દષ્ટાંત)એક દિવસ રાજાએ તે ગામના લોકોને કહ્યું કે, “તમારા ગામમાં જે મીઠા પાણીથી ભરેલે કુવે છે તેને જલદી અહીં મેકલી આપે.” રાજાની આ અટપટી આજ્ઞા સાંભળીને બધાને ધણી જ નવાઈ થઈ જ્યારે કેઈ ઉપાય ન જડ ત્યારે બિચારા તેઓ રેહકની પાસે આવ્યા. રેહકે તેમના આગમનનું કારણ પૂછયું ત્યારે તેમણે રાજાની કુ મોકલવાની જે આશા હતી તે તેને કહી સંભળાવી. રોહકે તરત જ તેમને ઉપાય બતાવતાં સચેત કરીને કહ્યું, “તમે બધા અત્યારે જ રાજાની પાસે જાઓ અને કહે “મહારાજ ! ગામડાંને કુ સ્વભાવે ડરપોક હોય છે. જ્યાં સુધી તેને સજાતીય બીજે કુ ન મળે ત્યાં સુધી તે બીજી કોઈ પણ વ્યક્તિ પર વિશ્વાસ મૂકતું નથી. તે આપ તેને બોલાવવા માટે નગરના બીજા કેઈ કુવાને એકલે કે જેથી તેના પર વિશ્વાસ મૂકીને
શ્રી નન્દી સૂત્ર
૨૭૯