________________
દાણા છે તે બતાવ.” રાજાની આ વાત સાંભળીને લેકેને ભારે અચરજ થઈ વળી રાજાની આજ્ઞા અનુલ્લંધ્ય હોય છે તેની પણ તેમને મોટી વિમાસણુ થઈ પડી. તેને કેઈ ઉપાય ન સમજાવાથી તેઓ રેહકની પાસે ગયા અને રાજાએ જે આદેશ આપ્યો હતો તે સંપૂર્ણ રીતે કહી સંભળાવ્યો. તે સાંભળીને રેહકને પણ ઘણી નવાઈ થઈ. તેણે કહ્યું, “શું રાજાને કેઈ ઉન્માદને રોગ તે નથી થયોને કે જેથી તે આવી અશક્ય વાતને પણ શકય કરવાને પ્રશ્ન પૂછી રહેલ છે! ખેર ! કેઈ ચિંતા નહીં, હવે આપ લોકે જાવ અને રાજાને કહે કે મહારાજ ! અમે એવા ગણિતજ્ઞ તે નથી કે તલને ગણીને તેની સંખ્યા આપને બતાવી શકીએ, છતાં પણ આપની આજ્ઞા માથે ચડાવીને એટલું કહી શકીએ છીએ કે આ ગામની ઉપર રહેલ આકાશમાં જેટલા તારા છે, એટલા જ તલ આ તલના ઢગલામાં મોજૂદ છે. ” રોહકની આ અક્કલ જોઈને ગામવાસીઓ ઘણા ખુશી થયા. બધાએ જઈને રાજાને એ પ્રમાણે જ કહ્યું રાજા આ ઉત્તર સાંભળીને મનમાં ઘણે ખુશ થ.
જ આ ચોથું તલનું દૃષ્ટાંત સમાસ | 8 ||
વાલુકાષ્ટાન્તઃ
પાંચમું રેતીનું દૃષ્ટાંતકેઈ એક દિવસે રાજાએ ફરીથી રોહકની બુદ્ધિની પરીક્ષા કરવા માટે ગામવાસીઓને એવી આજ્ઞા આપી કે, “ તમારા આ ગામની બહાર જે સુંદર
સ્તી છે, તેનું એક બહુ જ જાડું દેરડું બનાવીને જલદી મારી પાસે મોકલો.” રાજાની આ આજ્ઞા સાંભળીને તે ગામવાસીઓમાં ખળભળાટ મચ્યો, ગામના બધા લેકે એકઠા મળીને રેહકની પાસે આવ્યા. આવવાનું કારણ પૂછતાં તેમણે રેહકને રાજાની આજ્ઞા કહી સંભળાવી. રોહકે પિતાના બુદ્ધિચાતુર્યથી તેમના કષ્ટનું નિવારણ કરવાનું તેમને આશ્વાસન દીધું. તેણે તેમને સમજાવ્યું કે, “તમે બધા રાજાની પાસે જઈને કહે કે હે મહારાજ ! અમે લોકો તે નટ છીએ. નટેનું કામ તો નાચવાનું છે. તે અમે નાચવાનું જ જાણીએ દોરડાં વણવાનું
શ્રી નન્દી સૂત્ર
૨૭૭