________________
ગામવાસી પુરુષે ચિન્તિત થઈને રેહકની પાસે આવ્યા અને રાજાની આજ્ઞા તેને કહી સંભળાવીને કહેવા લાગ્યાં, “બેટા ! બીજા કૂકડાની મદદ વિના રાજાને આ કૂકડે યુદ્ધ કરનાર કેવી રીતે બની શકે? જ્યાં સુધી આ વાત બને નહીં ત્યાં સુધી રાજાની આજ્ઞાનું પાલન પણ કેવી રીતે થાય? તે તમે આ પહેલાં જે રીતે બે સંકટોમાંથી અમને ઉગારી લીધાં છે તેમ આ સંકટમાંથી પણ ઉગારવાની યુક્તિ બતાવે.” ગ્રામવાસીઓની આ સંકટભરી સ્થિતિ જોઈને રહકે તેમને કહ્યું, “આપ તેની જરી પણ ચિન્તા કરશે નહીં હું કહ્યું તેમ આપ કરે. એક મેટ સ્વચ્છ અરીસો લા.” લોકેએ તે પ્રમાણે કર્યું. જ્યારે અરીસો આવ્યો ત્યારે રેહકે તે અરીસાને રાજાના કુકડા સામે મૂકો. રોજાના કુકડાએ જ્યારે તે દર્પણમાં તેનું પ્રતિબિંબ જોયું ત્યારે તેના મનમાં એ વાત દૃઢ થઈ ગઈ કે અહીં કેઈ બીજે કુકડે છે. આ રીતે તે બને વચ્ચે ભયંકર યુદ્ધ જામ્યું. રાજાના તે કૂકડાને, પતે તિર્યંચ હોવાને કારણે એટલું ભાન તે ન હતું કે તે તેનું જ પ્રતિબિંબ છે, અને પોતે કોની સાથે લડી રહ્યો છે, આ રીતે બીજે કૂકડે ન હોવા છતાં પણ પ્રતિબિંબને કૂકડો માનીને તેની સાથે રાજાના કૂકડાને યુદ્ધ કરતે જઈ ગામના લેકેને રેહકની બુદ્ધિ માટે ઘણું અચરજ થયું. બધાએ મળીને તેની બુદ્ધિની ઘણી પ્રશંસા કરી કેટલાક દિવસો પછી તે કૂકડો યુદ્ધકળામાં પ્રવીણ થઈ ગયે, ત્યારે ગામવાસીઓએ તેને રાજાની પાસે પાછો મોક્લી દીધો. રાજાએ પણ જ્યારે કૂકડાની તે સ્થિતિનું અવલોકન કર્યું તે તે ઘણે સંતોષ પામ્યો ala
છે આ ત્રીજું કૂકડાનું દષ્ટાંત સમાપ્ત ને ૩ ).
તિલદ્દષ્ટાન્તઃ
ચોથું તલનું દષ્ટાંતએક સમયની આ વાત છે. રાજાએ ગામવાસીઓને એવું કહ્યું કે, “ભાઈઓ, આપની પાસે આ જે તલને ઢગલો પડે છે તેમાં તલના કેટલાક
શ્રી નન્દી સૂત્ર
૨૭૬