________________
આ અટપટી આજ્ઞા સાંભળીને બધા લોકે ચિન્તિત થયાં. પહેલાંની જેમજ તે બધાએ મળીને ગામની બહાર સભા કરી. તેમાં રહીને આમંત્રણ આપ્યું. રેહક આવતા બધાએ ઘણા આદરથી તેને કહ્યું, “ભાઈ ! તમે તમારી બુદ્ધિના પ્રભાવે પહેલાં જે રીતે ઉપાય બતાવીને અમારું રક્ષણ કર્યું અને રાજદંડથી અમને બચાવ્યા એજ રીતે આજે પણ કેઈ ઉપાય બતાવીને, રાજદંડથી અમને બચાવો. રાજાએ આ પ્રમાણે કરવાની આજ્ઞા કરી છે. તેથી આખું ગામ મુશ્કેલીમાં મૂકાયું છે. અમને તે સમજાતું નથી કે આ બાબતમાં શું કરવું?” બધાને દુઃખભર્યો અવાજ સાંભળીને રહકે મલકાતા મલકાતાં કહ્યું ” તમારે ગભરાવાની કઈ જરૂર નથી. તેને ઉપાય બહુ મુશ્કેલ નથી, સાંભળે, એક વાઘને પાંજરામાં પૂરીને ઘેટીની સામે છેડે દૂર રાખવું જોઈએ, અને તેની બરાબર સામે છેડે અંતરે ઘેટાને બાંધવું. આ પ્રમાણે કરવાથી ઘેટું ખાવાપીવા છતાં પણ વજનમાં વધશે-ઘટશે નહીં. તેનું જેટલું વજન હશે તેટલું જ રહેશે” રેહકની આ સલાહ સાંભળીને ગ્રામવાસીઓએ તે પ્રમાણે કર્યું. જ્યારે પંદર દિવસ પ્રસાર થયાં ત્યારે તેમણે તે ઘેટું લઈ જઈને રાજાને અર્પણ કર્યું. રાજાએ જ્યારે તેનું વજન કરાયું ત્યારે પંદર દિવસ પહેલાં તેનું જેટલું વજન હતું તેટલું જ વજન ત્યારે પણ થયું તે વધ્યું પણ નહીં કે ઘટયું પણ નહીં ૨ |
આ બીજું ઘેટાનું દષ્ટાંત સમાપ્ત થયું રા
કુક્ષ્ટાન્તઃ
ત્રીજુ કૂકડાનું દષ્ટાંતએક દિવસ ફરીથી રેહકની બુદ્ધિની પરીક્ષા કરવા માટે રાજાએ તે ગામવાસીઓ પાસે એક કૂકડે મેક, અને કહેવરાવ્યું કે “બીજા કેઈ કૂકડા ની મદદ લીધા સિવાય આ કૂકડે યુદ્ધ કરનાર બને એવી રીતે તેને તાલીમ આપીને મારી પાસે પાછે મેકલે.” રાજાની તે પ્રકારની આજ્ઞા સાંભળીને બધા
શ્રી નન્દી સૂત્ર
૨૭૫