________________
બેલનાર થઈ જાય છે. વાસ્તવમાં તે શાસ્ત્રશ્રવણમાં આ સાત પ્રકારની વિધિ છે, જેમકે-પ્રથમ વિધિ આચાર્ય આદિ ગુરુજન જ્યારે શાસ્ત્રનું પ્રવચન કરે ત્યારે શ્રેતાની એ ફરજ છે કે તે શાસ્ત્રીય પ્રવચન સાંભળવા માટે સૌથી પહેલાં મૌન પાળે, ત્યાં અહીંતહીંની વાત ન કરે. ધ્યાનપૂર્વક આચાર્ય મહારાજ શું પ્રતિપાદન કરી રહ્યા છે તે સાંભળે (૧). બીજી વિધિ-જ્યારે તેઓ પોતાના વિષયનું પ્રતિપાદન કરી રહે ત્યારે તેમના દ્વારા કથિત વિષયનું અનુમોદન કરવા માટે હુંકાર શબ્દ કરે અથવા “હા” એવું બેલે (૨) ત્રીજી વિધિ-બાઢંકાર કરે. એટલે “તત્તરતિ” કહીને તેમનાં વચનેને સ્વીકાર કરે, અને એ જાહેર કરે કે, “હે ભદન્ત ! આપે જે કંઈ કહ્યું તે બરાબર છે.” (૩). ચેથી વિધિ-પ્રતિપૃચ્છા કરે–એટલે કે શ્રોતાઓને જે ગુરુમહારાજ દ્વારા પ્રકાશિત અર્થ વિષે કઈ પણ પ્રકારને સંશય થાય તો તેના નિવારણ માટે
જ્યારે તેઓ તેમનું વક્તવ્ય પૂરું કરે ત્યારે ઘણું નમ્રતાપૂર્વક તેમને તે વિષયમાં પ્રશ્ન પૂછે (૪). પાંચમી વિધિ-વિમર્શ કરે એટલે કે–પદના વિષયમાં હય અને ઉપાદેય રૂપે જે વિચાર કરાય છે, એટલે કે ગુરુમહારાજના વચન સાંભળ્યા પછી શ્રોતાના અંતરંગમાં જે એવી વિચારધારા ઉત્પન્ન થાય છે કે, “આ પદાર્થ ગ્રહણ કરવા યોગ્ય છે તથા આ પદાર્થ ત્યાગવા યોગ્ય છે, અને આ પદાર્થ પર અમારી ઉપેક્ષાવૃત્તિ રહેવી જોઈએ” ઈત્યાદિ રીતે પરામર્શ કરે (૫). છઠ્ઠી વિધિપ્રસંગ પરાયણ થાય-એટલે કે શ્રોતાનાં હદયમાં સાંસારિક પદાર્થો પ્રત્યે આસક્તિ ઘટીને તેમના તરફ વિરક્તિ વધે. આ રીતે ઉત્તરોત્તર ગુણની વૃદ્ધિથી શ્રોતાનું તેમને ત્યાગવા રૂપ ઉત્કૃષ્ટ ભાવમાં પહોંચવું (૬). સાતમી વિધિ-પરિનિકઠા થાય-એટલે કે શ્રોતાનાં ચિત્તમાં વીતરાગ પ્રભુનાં વચનામાં અવિચલ શ્રદ્ધા થવી (૭). | ૪ ||
શ્રવણવિધિનું વર્ણન કરીને હવે સૂત્રકાર વ્યાખ્યાનની વિધિ પ્રગટ કરે છે-“શુલ્યો ” ઈત્યાદિ.
શ્રી નન્દી સૂત્ર
૨૬૮