________________
પ્રાપ્તિનું મોક્ષ પ્રાપ્તિનું જેમાં વર્ણન થયું છે તે વૃષ્ણિ દશાસૂત્ર છે. અથવા જે સૂત્રમાં અંધક વૃષ્ણિની અવસ્થાઓનું વર્ણન કરનારા અધ્યયન હોય તે પણ વૃષ્ણ દશાસૂત્ર છે. તે દૃષ્ટિવાદ સૂત્રનું ઉપાંગ છે. એ તથા તેમના સિવાયનાં બીજાં પણ જે શ્રત છે તે બધાં કાલિકશ્રત છે. જેવાં કે (૧) આશીવિષ ભાવન, (૨) દૃષ્ટિ વિષભાવન, (૩) સ્વપ્ન ભાવન, મહાસ્વપ્ન ભાવન, તેજે અગ્નિનિસગ વગેરે. પહેલાં તીર્થકર શ્રી ઋષભદેવ સ્વામીના ચોર્યાસી હજાર પ્રકીર્ણક શ્રત હતાં. તથા બીજા તીર્થકર અજિતનાથથી માંડીને ત્રેવીસમાં તીર્થકર શ્રી. પાશ્વનાથ સ્વામી સુધીના બાવીસ તીર્થકરેના પ્રકીર્ણક સંખ્યાત હજાર શ્રત હતાં. તથા શ્રી. વર્ધમાન સ્વામીનાં પ્રકીર્ણક ચૌદ હજાર શ્રત હતાં, અથવા ઔત્પત્તિકી, વનચિકી, કર્મ જા અને પરિમાથિકી, એ ચાર પ્રકારની મતિથી યુક્ત જેટલા શિષ્યજન, જે જે તીર્થ કરના હતાં તેમના પણ એટલા જ હજાર પ્રકીર્ણક શ્રત હતાં. તથા પ્રત્યેક બુદ્ધ પણ એટલાં જ હતા. આ આવશ્યક વ્યતિરિક્તના ભેદરૂપ કાલિક શ્રુતનું વર્ણન થયું. અહીં સુધી અનંગપ્રવિષ્ટનું વર્ણન થયું. એ સૂ. ૪૩
અંગપ્રવિણ શ્રુતભેદ વર્ણનમ્
હવે અંગ પ્રવિષ્ટ સૂત્રનું વર્ણન કરે છે-“તે જિં તે સંવવિ” ઈત્યાદિ. શિષ્ય પૂછે છે-હે ભદન્ત! અંગપ્રવિષ્ટ સૂત્રનું શું સ્વરૂપ છે?
ઉત્તર–અંગપ્રવિષ્ટ કૃત બાર પ્રકારનું કહેલ છે-(૧) આચારાંગ, (૨) સુત્રકૃતાંગ, (૩) સ્થાનાંગ, (૪) સમવાયાંગ, (૫) વિવાહ પ્રજ્ઞાતિ, (૬) જ્ઞાતા ધર્મકથાંગ, () ઉપાસકદશાંગ, (૮) અન્નકૃતદશાંગ, (૯) અનુસરેપપાતિક દશાંગ, (૧૦) પ્રશ્ન વ્યાકરણ, (૧૧) વિપાકક્ષત, તથા દષ્ટિવાદ. ૫ સૂ. ૪૪
શ્રી નન્દી સૂત્ર
૨૨૮