________________
હવે કાલિક સૂત્રનું વર્ણન કરે છે–“f તં ચિં” ઈત્યાદિ. શિષ્ય પૂછે છે–હે ભદત! કાલિકશ્રતનું શું સ્વરૂપ છે?
ઉત્તર–કાલિકશ્રત અનેક પ્રકારનું કહેલ છે, જેવાં કે (૧) ઉત્તરાધ્યાયન સૂત્ર, (૨) દશાશ્રુત સ્કંધ સૂત્ર, (૩) બૃહત્કલ્પસૂત્ર, (૪) વ્યવહાર સૂત્ર, (૫) નિશીથ સૂત્ર, આ પાંચ સૂત્ર ઉપલબ્ધ છે. (૬) મહાનિશીથ સૂત્ર, આ ઉપલબ્ધ નથી. છતાં પણ કોઈ કઈ સ્થળે એ નામનું સૂત્ર હાલમાં પણ મળે છે પણ તે અસલ નથી. (૭) ઋષિભાષિત સૂત્ર-તે ઉપલબ્ધ નથી. (૮) જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર, તે ઉપલબ્ધ છે, (૯) દ્વીપસાગર પ્રજ્ઞપ્તિ સૂત્ર-તે ઉપલબ્ધ નથી. (૧૦) ચંદ્ર પ્રજ્ઞપ્તિ–તે ઉપલબ્ધ છે. (૧૧) શુદ્રિકા વિમાન પ્રવિભક્તિ, (૧૨) મહાવિમાનપ્રવિ ભક્તિ, (૧૩) અંગચૂલિકા, (૧૪) વર્ગચૂલિકા, (૧૫) વિવાહ ચૂલિકા, (૧૬) અરુણપપાત, (૧૭) વરુણેપાત, (૧૮) ગરુડપપાત, (૧૯) ધરપપાત, (૨૦) વૈશ્રમણે પાત, (૨૧) વેલંધર પાત, (૨૨) દેવેન્દ્રો પપાત, (૨૩) ઉથાનકૃત.
શુદ્રિકાવિમાન પ્રવિભક્તિ સૂત્રથી લઈને ઉત્થાનકૃત સુધીના તેર સૂત્ર ઉપલબ્ધ નથી (૨૪) સમુત્થાનકૃત. એ અત્યારે ઉપલબ્ધ છે. (૨૫) નાગરિ જ્ઞાનિકા–આ સૂત્રમાં નાગકુમાર જાતિના દેવેનું વર્ણન કરેલ છે. તે હાલમાં ઉપલબ્ધ નથી. (ર૬) નિરયાવલિકા-તેમાં શ્રેણીરૂપે વ્યવસ્થિત નરકેનું, પ્રસંગતઃ તેમાં જનાર મનુષ્ય અને તિર્યગોનું વર્ણન કરેલ છે. આ નિરયાવલિકા સૂત્રનું બીજું નામ કલ્પિકા છે. નરકાવાસની અપેક્ષાએ તેનું નામ નિરયાવલિકા તથા કલ્પસમુત્પન્ન ચેટકનું તેમાં વર્ણન હેવાથી “કાલિકા” એવું નામ પ્રચલિત થયું છે. આ સૂત્ર અન્નકૃત દશાંગનું ઉપાંગ છે.
(૨૭) જે સૂત્રમાં કલ્પાવતુંસક દેવવિમાનનું વર્ણન કરેલ છે તે કલ્પાવતંસિકા સૂત્ર છે. આ સૂત્ર અનુત્તરોપપાતિક દશાંગનું ઉપાંગ છે.
(૨૮) જે આગમમાં “ગૃહવાસને પરિત્યાગ કરીને પ્રાણી સંયમ ભાવને ગ્રહણ કરવાથી સુખી થતાં વર્ણવ્યું છે, તથા સંચમ ભાવને પરિત્યાગ કરીને દુખ પ્રાપ્ત કરનાર બને છે, અને જે સુખી થયાં છે તો તેઓ સંયમ ભાવથી જ થયાં છે એવું વર્ણન કરવામાં આવ્યું છે તે પુષિતાસૂત્ર છે. આ સૂત્ર પ્રશ્ન વ્યાકરણ સૂત્રનું ઉપાંગ છે. (૨૯) પુષ્મિતાસૂત્રમાં કથિત વિષયનું જે વિશેષરૂપે પ્રતિપાદન કરે છે, તે પુષ્પચૂલિકા સૂત્ર છે. આ સૂત્ર વિપાક સૂત્રનું ઉપાંગ છે.
(૩૦) અકવૃણિ રાજાના કુળમાં જેઓ ઉત્પન્ન થયાં છે તેઓ પણ અન્ધક વૃષ્ણિ મનાયા છે. અહીં વૃષ્ણિ શબ્દથી અંધક વૃણિ રાજાના કુળમાં જન્મેલાનું જ ગ્રહણ થયું છે. તેમની આવસ્થાઓનું-ચરિતગતિનું, ચરિત
શ્રી નન્દી સૂત્ર
૨૨૭