________________
" जोइस निमित्तनाणं, गणिणा पव्वायणा इ कज्जेसु ।
उवजुज्जइ तिहि करणा,-इ जाणण?ऽनहा दोसो"॥१॥ इति ।२०। ધ્યાન નિમિત્ત નામનાં સૂત્રમાં આધ્યાન, રૌદ્રધ્યાન, આદિ ચાર પ્રકારનાં ધ્યાનેને વિભાગ બતાવ્યો છે (૨૧). મરણ વિભક્તિ નામનાં સૂત્રમાં પ્રશસ્ત મરણ અને અપ્રશસ્ત મરણનું અલગ અલગ રીતે સ્વરૂપ પ્રગટ કર્યું છે (૨૨), આત્મવિશુધિ સૂત્રમાં “આલોચના પ્રતિક્રમણ આદિ પ્રાયશ્ચિત્તો દ્વારા આ આત્મા પોતાને લાગેલા કર્મમળને અભાવ કેવી રીતે કરી શકે છે” એ વિષયનું પ્રતિપાદન થયું છે (૨૩). વીતરાગધ્રુતમાં એ વિષય સમજાવ્યું છે કે સરાગતાને ત્યાગ કરીને વીતરાગને ધારણ કરે જોઈએ. તથા વીતરાગનું સ્વરૂપ અમુક અમુક પ્રકારે છે (૨૪). સંખના કૃતમાં દ્રવ્ય અને ભાવની અપેક્ષાએ દ્વિવિધ લેખનાનું વર્ણન કરેલ છે (૨૫). સ્થવિર કલ્પાદિ રૂપ વિહારની વ્યવસ્થાનું જે આગમમાં વર્ણન થયું છે તે વિહારકલ્પ છે (૨૬), તથા ચારિત્રની
જ્યાં વર્ણન થયું છે તે ચરણવિધિ સૂત્ર છે (૨૭) વ્યાધિથી યુક્ત થયેલ સંયમીની ચિકિત્સાના પ્રત્યાખ્યાનનું વિધિપૂર્વકનું વર્ણન જે આગમમાં આવે છે તે આતુર પ્રત્યાખ્યાન સૂત્ર છે. જિન કલ્પિક સાધુઓને માટે તે ચિકિત્સા કરાવવાને તદ્દન નિષેધ છે; વિર કલ્પીઓને માટે એવું નથી, પણ તેઓ સાવદ્ય ચિકિત્સા કરાવી શકતા નથી નિરવદ્ય ચિકિત્સા જ કરાવી શકે છે. આ પ્રકારનું વિધાન આતુર પ્રત્યાખ્યાન સૂત્રમાં બતાવવામાં આવ્યું છે (૨૮). મહાપ્રત્યાખ્યાન-મહાપ્રત્યાખ્યાનને અર્થ છે ચરમ પ્રત્યાખ્યાન. મુનિ બે બે પ્રકારના હોય છે. સ્થવિર કલ્પિક અને જિન કલ્પિક. તેઓમાં સ્થવિર કવિપક મુનિ બાર વર્ષ સુધી સંલેખના કરીને અને સચેષ્ટ એટલે કે સાવધાન જ વ્યાઘાત વર્જિત ચરમ ભવનું પ્રત્યાખ્યાન કરે છે. જિન કલ્પિક મુનિતે જો કે વિહારથી જ સંલેખના યુક્ત થાય છે છતાં પણ તેઓ યથાયોગ્ય સંલેખના કરીને અંતે સચેષ્ટ એટલે કે સાવધાન જ વ્યાઘાત વર્જિત ચરમ ભવનું પ્રત્યાખ્યાન કરે છે. આ વિષયનું જે અધ્યયનમાં વર્ણન કરાયું છે તે અધ્યયનનું નામ મહાપ્રત્યા ખ્યાન છે (૨). આ રીતે બીજાં પણ અનેક ઉત્કાલિક સૂત્ર છે. આ ઉત્કાલિક સૂત્રનું વર્ણન થયું છે સૂ. ૪ર છે
શ્રી નન્દી સૂત્ર
૨૨૬