________________
" दृष्ट्वाऽऽप्यालोकं नैव विश्रम्भितव्यं, तीरं नीता भ्राम्यते वायुना नौः । लब्ध्वा वैराग्यं भ्रष्टयोगः प्रमादात् , भूयो भूयः संसृतौ बम्भ्रमीति ।। ८ ।।
જે રીતે કાંઠે આવેલી હડી પણ વાયુની લહેરથી ડેલી ઉઠે છે એજ પ્રકારે પ્રમાદી જીવ આલેક પામીને પણ–ગુરુ આદિને ઉપદેશ પ્રાપ્ત કરીને પણ સંસારની વાસનાઓથી ડોલાયમાન થયા કરે છે. વૈરાગ્યને સમય પામવા છતાં પણ તે પ્રમાદને કારણે તે તકથી વંચિત થાય છે. આ રીતે તે અભાગીયો. વારંવાર સંસારમાં અટવાયા કરે છે ૮ છે
એનાથી વિપરીત જુદા અપ્રમાદનું સ્વરૂપ સમજી લેવું જોઈએ. ૧૦ નંદિ ૧૧ તથા અનુગ દ્વારા ૧૨ એ બંનેને સૂત્રો હજી પણ ઉપલબ્ધ છે. દેવેન્દ્રસ્તવ ૧૩, તન્દુલચારિક ૧૪ અને ચદ્રક વેધ્ય ૧૫ એ ત્રણ સૂત્રે મળતાં નથી. હાલમાં પણ તન્દુલ વૈચારિક નામનું સૂત્ર કોઈ કેઈ સ્થાને મળી આવે છે, તે અસલ તન્દુલવૈચારિકસૂત્ર નથી તે તે તેના કરતાં જુદું જ છે. જે આગમપદ્ધતિમાં સૂર્ય વિષેના ચરિતની પ્રજ્ઞાપના બતાવી છે તે સૂર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર છે. ૧૬ પૌરુષી મંડલ, એ એકાધ્યયનાત્મક એક શાસ્ત્રનું નામ છે. પુરુષ શંકુ અથવા શરીરનું નામ છે, તેનાથી જે પ્રતિપાદિત થાય તેનું નામ પૌરુષી છે. તેનું તાત્પર્ય આ છે-જે કાળે સમસ્ત પદાર્થોની પોતાના પ્રમાણ જેટલી છાયા હોય છે ત્યારે પૌરુષી થાય છે. આ પૌરુષી પ્રમાણુ ઉત્તરાયણને અન્ત અને દક્ષિણયણને પ્રારંભે એક દિનનું થાય છે. ત્યાર બાદ દક્ષિણાયણમાં અંગુલના એકસઠમાં આઠ ભાગ જેટલું વધે છે અને ઉત્તરાયણમાં એટલું જ ઘટે છે. આ પ્રકારે મંડળે મંડળે ભિન્ન ભિન્ન પૌરુષીનું પ્રતિપાદન જ્યાં કરવામાં આવ્યું છે તે અધ્યયનને પૌરુષી મંડલ કહે છે. ૧૭ અહીંથી લઈને મહાપ્રત્યાખ્યાન સુધીના સઘળા સૂત્ર વિચિછન થઈ ગયાં છે તે પણ તેમને નામથી બતાવવામાં આવે છેમંડલ પ્રવેશ, જ્યાં ચન્દ્ર અને સૂર્યના દક્ષિણ અને ઉત્તર મંડલેમાં પ્રવેશનું વર્ણન કરાય છે તે અધ્યયન મંડલ પ્રવેશ છે. ૧૮
વિદ્યાચરણ વિનિશ્ચય સૂત્રમાં સમ્યગૂ દર્શન સહિત સમ્યકૃજ્ઞાનનું તથા ચારિત્રનું શું ફળ હોય છે તે વાતને નિશ્ચય કરેલ છે. ૧૯ ગણિવિદ્યાસુત્રમાં એ બતાવ્યું છે કે આચાર્યો તિષ અથવા નિમિત્ત આદિ વિદ્યાઓમાં પ્રવીણ થઈને તેમના દ્વારા પ્રવાજન, સામાયિકારોપણ, ઉપસ્થાપન, શ્રાદ્દેશાનુજ્ઞા, ગણપણ, દિશાનુજ્ઞા, તથા વિહારક્રમ આદિ પ્રોજન ઉપસ્થિત થતાં પ્રશસ્ત તિથિ, નક્ષત્ર અને કરણ આદિને રોગ જેવે અને જે સમયે જે કરવા યોગ્ય હોય તે કરે. જે તે એમ કરતા નથી તે તેમને દેષપાત્ર થવું પડે છે. કહ્યું પણ છે–
શ્રી નન્દી સૂત્ર
૨૨૫