________________
" यन्न प्रयान्ति पुरुषाः, स्वर्ग यच्च प्रयान्ति विनिपातम् ।
तत्र निमित्तमनार्यः प्रमाद इति निश्चितमिदं मे " ॥३॥ પુરુષ–આત્મા, જે સ્વર્ગ પ્રાપ્ત કરતા નથી તથા ફક્ત અધોગતિને જ પાત્ર થાય છે તેમાં એક મુખ્ય કારણ આ અનાર્ય પ્રમાદ જ છે એ વાત નિશ્ચિત છે. આવા
" संसार बन्धनगतो, जाति जराव्याधि मरण दुखातः ।
यन्नो द्विजते सत्त्वः, सोऽप्यपराधः प्रमादस्य" ॥४॥ આ સંસારરૂપી કારાગારામાં પડેલ આ પ્રાણી જે જન્મ, જરા, અને મરણના દુખેથી ત્રાસી ગયેલ છે, તથા એવી પરિસ્થિતિને ભેગવતા ભેગવતા પણ જે અહીંથી ઉદ્વિગ્ન ચિત્ત નથી થતા તેમાં જે કંઈ અપરાધી હોય તે એક પ્રમાદ જ છે !
" आज्ञाप्यते यदवश-स्तुल्योदर पाणि पाद वदनेन ।
कर्मच करोति बहु विध, मेतदपि फलं प्रमादस्य" ॥५॥ માનવ પર્યાયની દષ્ટિએ હાથ, પગ આદિ અવયવની સમાનતા હેવા છતાં પણ જે પ્રાણી એક બીજાની પરાધિનતા ભેગવી રહ્યાં છે. વિવિધ પ્રકારની ગુલામી કરી રહ્યા છે. આ બધું પ્રમાદનું જ ફળ છે પ .
" इह हि प्रमत्तमनसः, सोन्मादवदनिभृतेन्द्रियाश्चपलाः ।
यत् कृत्यं तदकृत्वा, सततमकार्येष्वभिपतन्ति" ॥६॥
એ કેટલા દુઃખની વાત છે કે આ પ્રાણી પ્રમત્ત ચિત્ત થઈને ઉન્માદી પુરુષની જેમ ઈન્દ્રિયેનું ગુલામ બનીને જે કર્તવ્ય બજાવવાનું છે તે તે બજાવતું નથી પણ જે કરવા યોગ્ય નથી એજ રાતદિન કરતું રહે છે. તે ૬ __ " तेषामभिपतितानामुद्धान्तानां प्रमत्तहृदयानाम् ।
वर्धन्त एव दोषाः वनतरवश्वाम्बुसेकेन"॥ ७ ॥ જેમ જળના સિંચનથી જંગલનાં વૃક્ષો વધી જાય છે એ જ પ્રકારે પ્રમત્ત હદયવાળી વ્યક્તિઓમાં પણ ઉત્ક્રાન્ત ચિત્તતા અને વિષય કષામાં પતનશીલતા આદિ અનેક પ્રકારના દુર્ગણ વધી જાય છે .
શ્રી નન્દી સૂત્ર
૨૨૪