________________
અંગબાહ્ય શ્રુત ભેદ વર્ણનમ્
તે તે વસ્તચારિત્તાં” ઈત્યાદિ. શિષ્ય પૂછે છે--હે ભદન્ત ! આવશ્યક વ્યતિરિક્ત શ્રતનું શું સ્વરૂપ છે?
ઉત્તર––આવશ્યક વ્યતિરિત કૃત બે પ્રકારનું બતાવ્યું છે તે આ પ્રમાણે છે(૧) કાલિક, (૨) ઉત્કાલિક, દિવસ તથા રાત્રે જેને પ્રથમ ચરમ પૌરુષી દ્રયમાં જ પાઠ થાય છે તે કાલિક, અને જેને કાળને છોડીને પાઠ કરાય છે તે ઉત્કાલિક છે.
શિષ્ય પૂછે છે-હે ભદન્ત! ઉત્કાલિક શ્રતનું શું સ્વરૂપ છે? અહીં પણ શિષ્ય જે આ પ્રશ્નવ્યતિક્રમથી કર્યો છે તેનું તાત્પર્ય એ છે કે સૂત્રકારને ઉત્કાલિકને વિષે થોડા પ્રમાણમાં જ કહેવાનું છે તેથી કાલિકના વિષે શિષ્યને પ્રશ્ન ઉભું ન કરતાં ઉત્કાલિકના વિષયમાં જ સૌથી પહેલા સૂત્રકારે પ્રશ્ન ઉભું કર્યો છે?
ઉત્તર–ઉત્કાલિકકૃત અનેક પ્રકારનાં કહેલ છે, જેવાં કે (૧) દશવૈકાલિક, (૨) કલ્પિકા કલ્પિક-કલ્યાકલ્પ પ્રતિપાદક સૂત્ર, (૩) ચુલ્લકલ્પકૃત, (૪) મહાકલ્પ શ્રત, (૫) ઔપપાતિક, (૬) રાજપ્રશ્નીય, (૭) જીવાભિગમ, (૮) પ્રજ્ઞાપના, (૯) મહાપ્રજ્ઞાપના, (૧૦) પ્રમાદપ્રમાદ, (૧૧) નંદી, (૧૨) અનુયોગદ્વાર, (૧૩) દેવેન્દ્રસ્તવ, (૧૪) તન્દુલ વૈચારિક, (૧૫) ચન્દ્રક વેધ્ય, (૧૬) સૂર્ય પ્રજ્ઞપ્તિ, (૧૭) પૌરુષી મંડલ, (૧૮) મંડલ પ્રવેશ, (૧૯) વિદ્યાચરણ વિનિશ્ચય, (૨૦) ગણિવિદ્યા, (૨૧) ધ્યાનવિભક્તિ, (૨૨) મરણ વિભકિત, (૨૩) આત્મવિધિ, (૨૪) વીતરાગ શ્રત, (૨૫) સંલેખના શ્રત, (૨૬) વિહાર કલ્પ, (૨૭) ચરણવિધિ, (૨૮) આતુર પ્રત્યાખ્યાન. મહાપ્રત્યાખ્યાન ઇત્યાદિ આ સઘળા ઉલ્કાલિક શ્રત છે.
તેઓમાં દશવૈકાલિક પ્રસિદ્ધ છે. ૧ કલ્પાકલ્પનું પ્રતિપાદક શ્રત કલ્પિકાકલ્પિક છે. ૨ સ્થવિર આદિના કલ્પનું પ્રતિપાદક જે શ્રત છે તે કલ્પસૂત્ર છે. તે ચુલ્લકલ્પકૃત તથા મહાકલ્પકૃત એ ભેદથી બે પ્રકારનું દર્શાવ્યું છે. જે શ્રુત
શ્રી નન્દી સૂત્ર
૨૨૨