________________
અંગવિષ્ટાંગબાહ્ય શ્રુત ભેદ વર્ણનમ્
“સવા તં સમાર મો. ” ઈત્યાદિ.
અથવા–અહંત ભગવાનના ઉપદેશને અનુસારના તે શ્રત સંક્ષિપ્તમાં આ પ્રમાણે બે પ્રકારનું કહેલ છે-(૧)અંગ પ્રવિષ્ટ, (૨) અંગ બાહ્ય.
શકા--પહેલાં જ ચૌદ ભેદોનાં કથનનો અધિકારમાં તેર અને ચૌદ ભેદેના રૂપે અંગપ્રવિષ્ટ તથા અનંગપ્રવિષ્ટ એમ કહેવાઈ ગયું છે તે પછી અહીં બીજી વાર ” સવા તં તમારા સુવિહં ” આ પ્રકારનાં કથનની શી આવશ્યકતા હતી ?
ઉત્તર--આ રીતે જે અહીં ફરીથી પ્રગટ કરવામાં આવેલ છે તેનું કારણ એ છે કે સૂત્રકાર એ કહેવા માગે છે કે જેટલા સમસ્ત શ્રુતના ભેદ છે તે બધાને આ બે ભેદેમાં સમાવેશ થઈ જાય છે. તથા શ્રતના સમસ્ત ભેદમાં એ બે ભેદની પ્રધાનતા છે, કારણ કે તેમનામાં જ અહંત ભગવાનના ઉપદેશની અનુસારિતા રહે છે. જે પ્રકારે પુરુષના બે પગ ૨, બે જંઘા ૪, બે ઉરૂ ૬, બે પાર્શ્વભાગ ૮, બે ભૂજા ૧૦, ગ્રીવા ૧૧, અને શિર ૧૨, એ બાર અંગ હોય છે. એ બાર અગમાં જે યુત નિબદ્ધ થયું છે તે અંગપ્રવિષ્ટ શ્રત છે. તથા જે શ્રત દ્વાદશાંગાત્મકશ્રુત પુરુષના અથવગમમાં પરમ સહાયક થાય છે તે અંગબાહ્યશ્રત છે. અંગબાહ્ય કૃતનું બીજું નામ અનંગપ્રવિષ્ટ પણ છે.
અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય એ બંને ભેદેમાંથી અ૫વક્તવ્યતા હોવાને કારણે શિષ્ય પ્રથમ અંગબાહ્યાને વિષે પૂછે છે–હે ભદન્ત! અંગબાહા મૃતનું શું સ્વરૂપ છે ?
ઉત્તર--અંગબાહ્ય શ્રુતજ્ઞાન નીચે પ્રમાણે બે પ્રકારનું છે. (૧) આવશ્યક શ્રત, (૨) આવશ્યક વ્યતિરિત શ્રત. સાધુ, શ્રાવક આદિ જે ક્રિયા અને કાળે અવશ્ય કરે છે તે આવશ્યક છે. અથવા જે વડે ઈન્દ્રિય, કષાય આદિ ભાવકૃત સારી રીતે કાબુમાં લેવાય છે તે આવશ્યક છે. અથવા જેના દ્વારા જ્ઞાનાદિ ગુણેનો સમૂહ અથવા મોક્ષ સારી રીતે પ્રાપ્ત કરી શકાય છે તે આવશ્યક છે. આ આવશ્યક વાચ્યાર્થીનું પ્રતિપાદક જે શ્રત છે તે આવશ્યક શ્રત છે. એ આવશ્યક છ પ્રકારના બતાવ્યા છે–તે છ પ્રકાર આ પ્રમાણે છે-(૧) સામાન્ય યિક, (૨) ચાવીસ સ્તવ, (૩) વંદણા, (૪) પ્રતિક્રમણ, (૫) કાસંગ, અને (૬) પ્રત્યાખ્યાન, એ છ આવશ્યકોની વ્યાખ્યા અમે ઉત્તરાધ્યાન સૂત્રની પ્રિયદર્શની ટીકામાં ઓગણત્રીસમાં અધ્યયનમાં કરી છે તે જિજ્ઞાસુઓ એ વિષયને તેમાંથી સમજી શકે છે. આ રીતે આવશ્યકનું આ છ ભેદરૂપ કથન છે.
શ્રી નન્દી સૂત્ર
૨૨૧