________________
છે ત્યારે તેમાં પિંડાકાર પર્યાય રહેતી નથી. તેથી તે ઘડાની સાથે પિંડાકાર પર્યાયને સંબંધ નાસ્તિત્વમુખથી માનવામાં આવશે. તે કારણે તે પિંડાકાર પર્યાય પરપર્યાય હોવાથી સ્વપર્યાય નથી. નહીં તે ઘડામાં તેનું અસ્તિત્વ હોવાથી તે તેની સ્વપર્યાય માનવામાં આવે તેથી એ અવશ્ય સ્વીકારવું જોઈએ કે પરપર્યાને સંબંધ પદાર્થમાં નાસ્તિત્વમુખથી રહ્યા કરે છે.
શંકા–જેમ દરિદ્રની પાસે ધન ન હોવાથી તે તેને સંબંધી કહેવાતે નથી એજ પ્રકારે જે જ્યાં નથી તે તેનું સંબંધી કેવી રીતે કહી શકાય? પરપર્યાય પર પદાર્થમાં હોય છે તે વિવક્ષિત પદાર્થની સંબંધી કેવી રીતે માની શકાય. જો આ પ્રકારને વ્યવહાર થવા લાગે તો પછી લોક વ્યવહારને જ અતિકમ કર્યો કહેવાય.
ઉત્તર--પરપર્યાય વિવક્ષિત પદાર્થની સંબંધી છે તેનું તાત્પર્ય એવું નથી કે તેઓ તેમાં અસ્તિત્વમુખથી સંબંધિત છે. આ શંકા છે ત્યારે ગ્ય મનાય કે જ્યારે તેને વિવક્ષિત પદાર્થમાં અસ્તિત્વમુખથી સંબંધીત કરવામાં આવે. અહીં તે એવું કહેવામાં આવે છે કે–પદાર્થમાં એક બીજા પદાર્થની પર્યાને જે ઇતરેતરા ભાવ રૂપે સંબંધ છે તે ત્યાં નાસ્તિત્વમુખથી છે. જે નાસ્તિત્વમખથી તે પર્યાયે વિવક્ષિત પદાર્થની સંબંધી હોય તે તેમાં શી મુશ્કેલી હોઈ શકે છે? જે નાસ્તિત્વના સંબંધથી તે પર પર્યાયે વિવક્ષિત પદાર્થની સંબંધી મનાય નહીં તે તેનું તાત્પર્ય એ થાય છે કે તેઓ સામાન્ય રૂપ પણ અસ્તિત્વ વિશિષ્ટ નથી. આ રીતે સ્વરૂપથી પણ તેમનું કેઈ અસ્તિત્વ બની શકશે નહીં. નાસ્તિત્વ સંબંધથી ધનને પણ દરિદ્રનું સંબંધી માનવામાં કઈ વાંધો નથી. એ વ્યપદેશ હોય છે જ. નાસ્તિત્વ સંબંધથી ધન દરિદ્ર વ્યક્તિનું છે તેનું તાત્પર્ય એ છે કે દરિદ્રની પાસે ધન નથી. આ રીતે પર
શ્રી નન્દી સૂત્ર
૨૧૪