________________
સ્વભાવથી તે કિરણરૂપ અર્થનું પ્રતિપાદન કરતું નથી, કારણ કે પોતપોતાના વાચ્યાર્થીનું પ્રતિપાદન કરવામાં શબ્દોમાં ભિન્ન ભિન્ન સ્વભાવતા માનવામાં આવી છે. એજ રીતે “અકાર' પણ ભિન્ન ભિન્ન કકાર આદિ શબ્દની સાથે સંગત થઈને ભિન્ન ભિન્ન સ્વભાવથી ભિન્ન ભિન્ન અર્થોને પ્રત્યાયક થાય છે. આ રીતે એકલા અકારમાં જ અનંત સ્વભાવને સમાવેશ થયેલ મનાવે છે. જે શબ્દ બેલાય છે તેમાં પરમાણુ તથા ઢયક આદિના ભેદથી અનંતના આવે છે. તેનું તાત્પર્ય એ છે કે શબ્દ પૌઢલિક છે તેથી પુદ્ધલજન્ય તે શબ્દમાં પરમાણુ, હયણુક આદિની ભિન્નતાથી ભિનના આવે છે, અને તે ભિન્નતા અનંતરૂપે પરિણમે છે. આ રીતે પદાર્થ અનંત છે અને તે પદાર્થોનું પ્રતિપાદન કરવાને પરિણામ ધ્વનિ–શબ્દમાં રહેલ છે ત્યારે જ જઈને તે, તે તે પદાર્થોનું પ્રતિપાદન કર્યા કરે છે. આ રીતે સમસ્ત અકારની પિતાની પર્યાયે છે તથા તેમનાથી ભિન્ન જે ઘટાદિ પર્યાય છે એ તેની પરપર્યાય છે. એ પરપર્યાયે પોતાની પર્યાયથી અનેકગણી છે. સ્વપર્યા જેમ અકારની સંબંધી માનવામાં આવે છે એજ પ્રકારે પરપર્યાયે પણ તેની સંબંધી માનવામાં આવી છે.
શકા––એ તો બરાબર છે કે અકારની જેટલી સ્વપર્યા છે તે બધી તેની સંબંધી મનાય, પણ જે પરપર્યા છે તે તેની સંબંધી કેવી રીતે માની શકાય? કારણ કે એ પરપર્યાયે ભિન્ન વસ્તુની સાથે રહેલ હોય છે. તેથી તેની જ સંબંધી માની શકાશે.
ઉત્તર–સંબંધ બે રીતે થયા કરે છે–એક અસ્તિત્વમુખથી અને બીજે નાસ્તિત્વમુખથી. અસ્તિત્વમુખથી જે સંબંધ થાય છે તે સ્વપયાની સાથે પર્યાને હોય છે. જેમ રૂપાદિકેની સાથે ઘડાને હોય છે. નાસ્તિત્વમુખથી જે સંબંધ થયા કરે છે તે પરપર્યાને પર્યાયીની સાથે થયા કરે છે. કારણ કે તે પર્યા તેમાં રહેતી નથી. જેમકે માટીમાંથી જ્યારે ઘડે તૈયાર થાય
શ્રી નન્દી સૂત્ર
૨૧૩